મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના જામસર ગામે જમીન વહેંચણીનું મનદુઃખ રાખી ભાઈએ ભાઈ ઉપર કર્યો છરી વડે હુમલો


SHARE







વાંકાનેરના જામસર ગામે જમીન વહેંચણીનું મનદુઃખ રાખી ભાઈએ ભાઈ ઉપર કર્યો છરી વડે હુમલો

વાંકાનેર તાલુકાનાં જામસર ગામથી વીરપર રોડ ઉપર આવેલ વાડીએ યુવાન સૂતો હતો ત્યારે જમીનની વહેંચણીનું મનદુઃખ રાખીને તેના જ ભાઈએ તેની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને માથા, ગાળા, પાંસળી અને આગળીમાં ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ બનાવમાં પોલીસે ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકના જામસર ગામે રહેતા લાલજીભાઇ જીવાભાઇ ઇંદરીયા જાતે કોળી (ઉ.૩૫)એ હાલમાં તાલુકા પોલીસ સ્ટેશને તેના ભાઈ વાઘજીભાઇ જીવાભાઇ ઇંદરીયા જાતે કોળી રહે. જામસર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેજામસર ગામથી વીરપર રોડ ઉપર એક્ષેલ પેપર મીલ સામે તેઓની વાડી આવેલ છે ત્યાં તેઓ સૂતા હતા ત્યારે તેના ભાઈએ જમીન વહેંચણીનું મનદુઃખ રાખી તેઓની ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને છરી વડે માથામાં પાછળના ભાગે, ગળાના ભાગે, પાંસડી અને ત્રણ આંગળીમાં ગંભીર ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે હાલમાં યુવાનની ફરિયાદ લઈને તેના જ ભાઈની સામે આઇપીસી કલમ ૩૨૪, ૫૦૬(૨) જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News