વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રામાં ધારાસભ્ય પણ હાજર રહ્યા


SHARE







ટંકારામાં તાલુકા કક્ષાની હર ઘર તિરંગા યાત્રામાં ધારાસભ્ય પણ હાજર રહ્યા

સમગ્ર દેશ અને રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે ટંકારા ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા પણ હાજર રહ્યા હતા. દેશના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા તેમજ તિરંગાનું સન્માન કરી તિરંગા પ્રત્યે લોકોમાં જાગૃતિ અને વધુ અહોભાવ ઉત્પન્ન કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ હર ઘર તિરંગા યાત્રામાં મોરબી જિલ્લો પણ રંગે ચંગે સહભાગી બન્યો છે. ત્યારે તારીખ ૧૨ ઓગસ્ટ ના રોજ સવારે ટંકારા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઉપરાંત પ્રભુભાઈ કામરિયા, કિરીટભાઇ અંદરપા, અશોકભાઇ ચાવડા, દિનેશભાઇ સહિતના સ્થાનિક આગેવાનો અને મોટી સ્ંખ્યામા વિવિધ શાળાના બાળકો જોડાયા હતા.






Latest News