ચરાડવા ગામની સીમમાં જીરૂ ચોરીનો ભેદ ઉકેલાયો: ચાર આરોપીની 12.77 લાખનો મુદ્દામાલ કબજે, ત્રણ આરોપીની શોધખોળ મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત કો જાનો મૌખિક પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાયો ગાંધીધામના એનડીપીએસના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી ઝડપાયો મોરબીમાં મનપાના ફૂડ વિભાગે દુકાનો,-હોટેલ સહિત 90 સ્થળોએ કર્યું ચેકિંગ મોરબીમાં પડતર પ્રશ્નોને લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે કલેક્ટર-ડીઇઓને કરી રજૂઆત મોરબી ગ્રામ્ય-શહેરી વિસ્તારની 82 આંગણવાડીઓની જવાબદારી મહાનગરપાલિકાને સોપાઈ ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપરથી ખેડૂતો સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ મહોત્સવમાં પહોચ્યા મોરબીના ટીંબડી ગામે પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ


SHARE







મોરબીમાં અનુસુચિત જાતિ સમાજના લોકોએ રેલી યોજીને નવો કાયદો રદ્દ કરી જુનો કાયદો ચાલુ રાખવા કરી માંગ

સુપ્રિમ કોર્ટનાં જજોએ અનુસુચિત જાતિ, જનજાતિનાં અનામત વર્ગીકરણ તેમજ ક્રિમિલેયર વિષયે ગેરબંધારણીય જજમેન્ટ આપેલ હતું. જેનાં વિરોધનાં પગલે સમસ્ત ભારતનાં બુદ્ધિજીવીઓએ ભારત બંધનું એલાન આપ્યું હતું જેથી મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે અનુસુચિત જાતિ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી રેલી નીકળી હતી અને મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જઈને ત્યાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સંવૈધાનિક રીતે સુપ્રિમ કોર્ટનાં જજ કાયદો ન ઘડી શકે, સંસદ ભવનમાં જ કાયદા ઘડાય છે. અને હાલમાં ભારત બંધના એલાનના સમર્થનમાં મોરબી આગેવાનો સહિતના લોકો આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી કેટેગરીમાં પણ પેટા કેટેગરી પાડીને અનામત આપવાની વાત કરી છે તે ચુકાદાનો અમે સખ્ત વિરોધ કરીને નવો કાયદો રદ્દ કરીને જુનો કાયદો હતો તેને ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News