વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા ગામે ઝઘડાનું સમાધાન કરવા સમજાવવા ગયેલા સરપંચને ગાળો આપીને મારી નાખવાની ધમકી


SHARE







ટંકારાના ઓટાળા ગામે ઝઘડાનું સમાધાન કરવા સમજાવવા ગયેલા સરપંચને ગાળો આપીને મારી નાખવાની ધમકી

ટંકારાના ઓટાળા ગામના સરપંચ તેના ગામમાં રહેતા યુવાને અગાઉ ઝઘડો થયો હતો જેના સમાધાન બાબતે સમજાવવા માટે ગયા હતા ત્યારે ફરિયાદ કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ દ્વારા સરપંચને જાતિ પ્રત્યે અપમાનિત કરીને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ સરપંચ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાળા ગામના સરપંચ સુરેશભાઈ નથુભાઈ પરમાર (35)એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અલ્પેશભાઈ ગોરધનભાઈ ઘોડાસરા રહે. ઓટાળા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ઓટાળા ગામની સીમમાં નિકુલભાઈ નરભેરામભાઈ તથા વાછકપર ગામના રોહિતભાઈ નાનજીભાઈ ફાંગલિયાને જમીનના રસ્તા બાબતે ઝઘડો થયેલ હતો અને નિકુલભાઇને ફરિયાદી ગામના સરપંચ હોવાથી સમાધાન માટે સમજાવવા માટે ગયા હતા ત્યારે આરોપી અલ્પેશભાઈ નિકુલભાઈનો કૌટુંબિક ભાઈ હોય તેને સારું નહીં લાગતા તેને ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ સરપંચે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે શરૂ કરી છે. અને આ બનાવની તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.

બે બોટલ દારૂ

મોરબીના વીસીપરામાં આવેલ અમરેલી રોડ ઉપર નળિયાના કારખાનાની બાજુમાંથી પસાર થઇ રહેલા શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે બે શખ્સ પાસેથી દારૂની બે બોટલ મળી આવતા પોલીસે 800 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનોજભાઈ જયંતીભાઈ આધરોજિયા (20) રહે.  ઇન્દિરાનગર ખોડીયાર માતાજીના મંદિર પાસે મોરબી અને અનિલભાઈ તુલસીભાઈ દલસાણીયા (19) રહે. મદીના સોસાયટી અમરેલી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News