મોરબીમાં વી.સી. હાઈસ્કૂલ પાસેથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જાહેરમાં માથાકૂટ કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના મકનસર પાસે બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ કરી ટેમ્પો-ટ્રેલરમાંથી ડીઝલની ચોરી !: આરોપીઓ હાથવેંતમાં હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી મોરબીના વાવડી રોડે આવેલ શ્રીહરિ પાર્કમાં જુગાર રમતા 7 મહિલા સહિત કુલ 8 વ્યક્તિ 16,100 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં દીકરી મોબાઇલમાંથી અજાણ્યા લોકોને ફોન કરી દેતા પત્ની સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા યુવાને કર્યો આપઘાત ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની ઓરડીએ લેમ્પ લગાવવામાં ભાઈને મદદ કરનાર સગીરનું  શોર્ટ લાગવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા વૃદ્ધને ધમકી આપનારા સામે કાર્યવાહી


SHARE















મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગતા વૃદ્ધને ધમકી આપનારા સામે કાર્યવાહી

મોરબીમાં રહેતા વૃદ્ધ પાસેથી આઠ દિવસ પહેલા 30,000 રૂપિયા એક શખ્સે ઉછીના લીધેલા હતા જે પૈસા વૃદ્ધે પાછા માંગતા સામેવાળાને તે સારું લાગ્યું ન હતું અને તેને વૃદ્ધને ગાળોને ધોકા વડે મૂઢમાર મારી ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી વૃદ્ધે સારવાર લીધા બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ શખ્સને પકડીને પોલીસે કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-4 માં રહેતા જયંતીભાઈ મૂળજીભાઈ ભલસોડ (70)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સુનિલ લુહાર રહે. મહેન્દ્રપરા શેરી નં-2 વાળાની સામે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવેલ હતી કે, આઠ દિવસ પહેલાં આરોપીએ તેની પાસેથી હાથ ઉછીના 30,000 રૂપિયા લીધેલા હતા અને તે રૂપિયા આરોપીની પાસેથી ફરિયાદીએ પાછા માંગ્યા હતા જે સામેવાળાને સારું નહીં લાગતા તેણે ફરિયાદીને ગાળો આપી હતી અને ધોકા વડે મૂઢ માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલ વૃદ્ધ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપી સુનિલ અમૃતલાલ રાઠોડ જાતે લુહાર (40) રહે. મહેન્દ્રપરા શેરી નં-2 વાળાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News