મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં ઘર સામે ન બેસવા બાબતે ઠપકો આપતા છરી, તલવાર, કુહાડી, ધારિયા વડે થયેલ સામસામી મારામારીમાં હવે બંને પક્ષેથી નોંધાઇ ફરિયાદ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને અંતિમ પગલુ ભર્યાના બનાવમાં વધુ બે આરોપી ઝડપાયા: બંને જેલ હવાલે મોરબી: ટાઇલ્સ ટ્રેડિંગ પેઢીના સંચાલકે કર્મચારીની જાણ બહાર નામ-ખોટી સહિ કરીને બેન્ક એકાઉન્ટ ખોલાવી કર્યા કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા મોરબીના બેલા ગામ પાસેથી દારૂના 22 પાઉચ સાથે એક શખ્સની ધરપકડ હળવદના વાંકીયા ગામે વાડીએ પત્ની સાથે બોલાચાલી થતાં લાગી આવતા ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE















મોરબી જિલ્લામાં તૂટેલા રસ્તા રિપેર કરાવવા કાંતિભાઈ બાવરવાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જિલ્લામાં આ વર્ષે ભારે વરસાદ પડ્યો હતો જેથી કરીને નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તૂટી ગયા છે. જેથી કરીને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી કરીને રસ્તાઓનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે તે જરૂર છે. જેથી કરીને રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન ગુજરાત રાજ્યના પ્રમુખ કાંતિલાલ બાવરવાએ ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યું છે કે, જીલ્લામાં તૂટેલા રસ્તાના લીધે વાહન ચાલકો હેરાન છે તો પણ રોડને રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે પણ રીપેર કરવામાં આવી રહ્યા નથી જેથી નેશનલ, કોસ્ટલ અને સ્ટેટ હાઇવે તેમજ નાના ગ્રામ્ય રસ્તાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તે અનિવાર્ય છે. કેમ કે, મોરબી સિરામિક હબ તરીકે જગ વિખ્યાત છે અને અહીથી સરકારમાં કરોડો રૂપિયાનો ટેક્સ પણ આપવામાં આવે છે તેને ધ્યાને લઈને અહીના લોકોને સારા રોડ મળે તેના માટે તાત્કાલિક રસ્તાઓનું સમારકામ ચાલુ કરાવવામાં આવે તેવી માંગ કરી છે અને જો કામ નહીં કરવામાં આવે તો ના છુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News