વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ મહિલા સારવારમાં


SHARE







ટંકારાના જબલપુર ગામના પાટીયા પાસે બાઇક ચાલકે પાછળથી ટક્કર મારતા ઇજા પામેલ મહિલા સારવારમાં

ટંકારાના લતીપર રોડ ઉપર જબલપુર ગામના પાટીયા પાસે મહિલાને પાછળથી બાઈક ચાલકે ટક્કર મારતા અકસ્માત થયો હતો અને મહિલાને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેણે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ ટંકારામાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરની પાછળના ભાગમાં રહેતા પ્રીતિબેન મયંકભાઇ ત્રિવેદી (43)હાલમાં બાઈક નંબર જીજે 3 એચડી 2499 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ટંકારાના લતીપર રોડ ઉપર જબલપુર ગામના પાટીયાથી ટંકારા તરફ આવવાના રસ્તા ઉપર તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે તેઓને પાછળથી ઠોકર મારી હતી જેથી મહિલાને બંને હાથની કોણીએ તથા જમણા પગના ઘૂટણના ભાગે ફેકચર જેવી ઈજા થઈ હતી અને નાકના ભાગે પણ ઈજા થઈ હતી જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇને આવ્યા હતા અને સારવાર લીધા બાદ હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

એક બોટલ દારૂ

મોરબીમાં ઝવેરી શેરીના નાકા પાસે ઈસ્ત્રીની દુકાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 375 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને મહેન્દ્રભાઈ રવજીભાઈ સોલંકી (35) રહે. લખધીરવાસ ઝવેરી શેરીના નાકા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે






Latest News