આડા સબંધની અસર: મોરબીમાં પ્રેમીકાને પામવા માટે પત્નીની હત્યા કરનારા પતિ-પ્રેમિકાની ધરપકડ, મહિલા આરોપી જેલ હવાલે મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપી જેલ હવાલે હળવદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં 259 બોટલ રક્ત એકત્રિત થયું મોરબીમાં નવનિર્મિત રોડની મુલાકાત લેતા ધારાસભ્ય મોરબીમાં ૩૧ ડિસેમ્બરના પીસી-પીએનડીટી એક્ટની સમીક્ષા બેઠક યોજાશે મોરબીમાં સ્પેશિયલ ખેલ મહાકુંભ-૩.૦ અન્વયે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ કરાશે કચ્છના સાંસદ દ્વારા પુર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિને સુશાસન  દિવસની ઉજવણી કરાઇ મોરબીમાં રહેતી ભૂમિ તોમરે સેંપક ટકરાવ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન


SHARE













મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા રમતગમત હરીફાઈ-વેશભૂષા હરીફાઈ તથા ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

મોરબીના રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. 22/12/24 ના રોજ લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તથા તેમનામાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવવા માટે લોહાણા વિદ્યાર્થી ભુવન મોરબી ખાતે રમતગમત હરિફાઈ તથા વેશભૂષા હરીફાઈ અને ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ છે

રઘુવંશી યુવક મંડળના પ્રમુખ રવિભાઈ કોટેચાએ જણાવ્યુ છે કે, રમતગમત હરીફાઈ તથા ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરેલ છે ત્યારે રમતગમત હરિફાઈ અંતર્ગત LKG થી ધો.1 ના વિદ્યાર્થીઓ માટેની રમતમાં મમરા ફૂંક, ધો. 2 થી 4 ના વિદ્યાર્થીઓ માટેની રમત મ્યુઝિકલ ચેર ધો. 5 થી 8 ના વિદ્યાર્થીઓ માટેની રમત એક મિનિટ હરીફાઈ રહેશે તથા વેશભૂષા અને ડાન્સ કોમ્પિટિશન  અંતર્ગત LKG થી 4 ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તથા ડાન્સ હરીફાઈ અને ધો. 5 થી કોલેજના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકાશે. અને વેશભૂષા તથા ડાન્સ હરિફાઈ માટે વહેલા તે પહેલાના ધોરણે વધુમાં વધુ 75 એન્ટ્રી લેવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રઘુવંશી બાળકોના ફોર્મ ભરવાની છેલ્લી તા. 19/12/24 ને ગુરૂવાર છે તેવી રઘુવંશ યુવક મંડળની યાદી જણાવે છે અને ફોર્મ મેળવવા તથા સ્વીકારવા માટેના સ્થળમાં કેવિન ગેસ સર્વિસ (નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી), દરિયાલાલ આલુ ભંડાર (નવાડેલા રોડ, મોરબી) અને મનોજ ઝેરોક્ષ કોપી સેન્ટર (કુબેરનાથ રોડ,મોરબી) નિશ્ચિત કરવામાં આવેલ છે. તેવું રઘુવંશી યુવક મંડળના પ્રમુખે જણાવ્યુ છે.




Latest News