મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ


SHARE













મોરબીમાં તૂટેલા બ્રિજ પાસેનો ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા રાજપૂત કરણી સેનાની માંગ

મોરબીના લીલાપર રોડ ઉપર તૂટેલા બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને તેની બાજુમાં ડાઈવર્ઝન બનાવવામાં આવેલ છે જો કે તે રસ્તો ચાલવા જેવો નથી જેથી ડાઈવર્ઝનનો રસ્તો સરખો કરવા માટેની રાજપૂત કરણી સેનાના જિલ્લા પ્રમુખે માંગ કરી છે.

મોરબીના લીલાપર રોડ ઉપર ઇલેક્ટ્રિક સ્મશાનથી આગળ રામદેવપીરના મંદિર પાસે જે બ્રિજ થોડા સમય પહેલા તૂટી ગયો હતો ત્યાં રાહદારીઓને બાઈક લઈને નીકળવામાં હાલમાં ખૂબ મુશ્કેલી પડી રહી છે અને જે ડાઈવર્ઝન આપવામાં આવેલ છે તે રસ્તો ખૂબ જ ખરાબ છે જેથી કરીને તંત્રને રાજપૂત કરણી સેનાના જિલ્લાના પ્રમુખ જયદેવસિંહ જાડેજા અને મોરબી તાલુકાના પ્રમુખ રવિરાજસિંહ જાડેજાટેલિફોનીક અને રૂબરૂ રજૂઆત કરી છે અને જો તાત્કાલિક ધોરણે રસ્તો સરખો કરવામાં નહીં આવે તો ન છૂટકે આંદોલન ના માર્ગે જવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News