મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર પાસે નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત


SHARE













મોરબીના વિરાટનગર પાસે નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વિરાટનગર પાસે કારખાનામાં ટ્રક લઈને આવેલ પંજાબી યુવાન રાત્રે ટ્રકની કેબીનમાં સૂતો હતો અને વહેલી સવારે તેને જગાડવામાં આવતા તે જાગ્યો ન હોય તેનું નિંદ્રાધીન અવસ્થામાં જ મોત નિપજયુ હોવાનું સામે આવ્યું છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દિલીપભાઈ બટુકભાઈ પાઠક રહે. ગાયત્રી સોસાયટી વાવડી રોડ વાળાએ ફોન કરીને જાહેરાત કરી હતી કે, મોરબીના જેતપર રોડ ઉપર વિરાટનગર નજીક આવેલ ક્રિપટોન સિરામિક નામના કારખાનાના ગ્રાઉન્ડમાં કામ સબબ ટ્રક લઈને આવેલ ગુરમીતસિંગ અમરીકસિંગ (૪૬) રહે.પંજાબ વાળો તેના ટ્રકની કેબીનમાં સૂતો હતો અને વહેલી સવારે તેના ટ્રકનો લોડીંગ માટે વારો આવતા તેને જગાડવામાં આવતા તે જાગ્યો ન હતો.નિંદ્રાધીન અવસ્થામાં જ તેનું મોત નીપજ્યું હતું.જેને પગલે તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા તથા મનીષભાઈ મિયાત્રા દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

મોરબીના પાનેલી ગામે રહેતા રેખાબેન લાખાભાઈ ટીડાણી નામના ૩૬ વર્ષના મહિલાને ગામમાં મારામારીના બનાવમાં ઈજા થતાં સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જ્યારે મહેન્દ્રનગર ગામે રહેતા જયપાલ દિલીપભાઈ પરમાર (૨૭) ને ઘુંટુ રોડ ઉપર તપોવન આશ્રમ નજીક મારામારીમાં ઈજા થતાં તેઓને પણ સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હોય બનાવને પગલે તાલુકા પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણિયાએ તપાસ કરી હતી તેમ તાલુકા પોલીસ સુત્રોએ જણાવેલ છે.

ઘુંટુ ગામે મારામારી

મોરબીના ઘુંટું ગામે આવેલ રામકો વિલેજમાં રહેતા દિલીપભાઈ હેમુભાઈ પઢીયાર (૫૦), મેહુલ દિલીપભાઈ પઢીયાર (૨૫) અને શક્તિ દિલીપભાઈ પઢિયાર (૨૨) ને ઘુંટું નજીક મારામારીના બનાવમાં ઈજા થતા ત્રણેયને પણ સિવિલે સારવાર માટે લાવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના નંદરામભાઈ મેસવાણિયાએ આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરી હોવાનું તાલુકા પોલીસે જણાવેલ છે.

અધ્યયન મંડળ મોરબી દ્વારા કાર્યશાળા 

રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે  સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનાર થાય છે. આ વખતે ૩૨ મી કાર્યશાળા (સેમિનાર) દિનાંક ૨૦-૨ ને ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે.જેમાં વક્તા વિજયભાઈ રાવલ વાતચીત કરશે.આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે.સમાજના લોકોને (અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા અધ્યયન મંડળ મોરબીના સંયોજક ડો.જયેશભાઈ પનારા અને સહ સંયોજકો વિજયભાઈ રાવલ તથા કમલેશભાઈ અંબાસણાએ અપીલ કરેલ છે.






Latest News