મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના મકનસર પાસે પ્રેમજીનગરમાં ઘરમાંથી 1104 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના શનાળા રોડે રહેતા યુવાને મચ્છુ-3 ડેમમાં ઝંપલાવીને કર્યો આપઘાત હાજરી કૌભાંડ: મોરબી મહાપાલિકામાં કામ ન કરતાં રોજમદાર કર્મચારીઓની ભરાઈ જતી ઓનલાઈન હાજરી !, 13 સામે ગુનો નોંધાયો મોરબીમાં રૂપિયા આપવાની ના કહેતા આધેડ અને તેના ભત્રીજા ઉપર છરી વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ


SHARE













મોરબીના ભંગાર રોડને વહેલી તકે સારા બનાવવાની સામાજિક કાર્યકરોએ કરી માંગ

મોરબીમાં જુદાજુદા વિસ્તારમાં રોડ રસ્તા ભંગાર હાલતમાં છે જેથી લોકો હેરાન થઈ રહ્યા છે જેથી કરીને મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરીને વહેલી તકે રોડ સારા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા કલેક્ટર, કમિશનર અને ધારાસભ્યને રજુઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં દબરબાર ગઢથી નહેરૂ ગેઇટ ચોકમાં હવે લારીઓ પણ નથી તો શું રોડ થશે ? અને થોડા સમય પહેલા ધારાસભ્ય નહેરુગેઇટના ચોકમાં બોલ્યા હતા કે, “દરબારગઢ થી નેહરૂ ગેઇટ વચ્ચેનો રોડ ૩ મહિનામાં થઇ જશે” તો તે કામ કયારે શરૂ કરવામાં આવશે. આગામી દિવસોમાં તહેવારની સિઝન આવશે ત્યારે વેપારીઓને ધંધા બંધ ન રાખવા પડે તેવુ આયોજન કરવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબીમાં રવાપર રોડ તાજેતરમાં બનાવેલ છે તો પણ તેમાં થીગડા મારવા પડે છે જેથી આવું કામ ન કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે અને મોરબીના ખાસ કરીને ગાંધી ચોક પાસે, સરકારી હોસ્પિટલ રોડ, નગરદરવાજા રોડ, રેલ્વે સ્ટેશન રોડ વિગેરે જેવા રસ્તા ભંગાર હાલતમાં છે ત્યારે વહેલી તકે રોડ બનાવવામાં આવે તેવી લોકો વતી માંગ કરી છે.






Latest News