મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી


SHARE







ટંકારાની લતીપર ચોકડી પાસેથી યુવાનના મોબાઈલ ફોનની ચોરી

ટંકારાની લતીપર ચોકડી પાસે ભરાતી શનિવારી બજારમાં યુવાન ગયો હતો ત્યારે ત્યાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેના મોબાઈલ ફોનની ચોરી કરી લેવામાં આવે છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સાવડી ગામે જયનગરની વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા કલ્પેશભાઈ શંકરભાઈ કટારા (22) નામના યુવાને મોબાઇલ ચોરીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લતીપર ચોકડી પાસે ભરતી શનિવારી બજારમાં તેનો નાનો ભાઈ જયેશ ગયો હતો ત્યારે તેનો રેડમી કંપનીનો 8500 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી છે જેથી કરીને ભોગ બનેલા યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મોબાઈલ ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

અકસ્માત થતાં વૃદ્ધને ઇજા

મોરબીમાં આવેલ ન્યુ ચંદ્રેશનગર પાસે કેસરી હાઈટ સતનામ નગર ખાતે રહેતા આદ્રોજા લાભુબેન શામજીભાઈ (65) નામના વૃદ્ધાના પગ ઉપરથી અન્ય વાહન ફરી જતા તેઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

મોરબીમાં સોઓરડી પાછળ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા દેવશીભાઈ અમરાભાઇ પરમાર (53) નામના આધેડને માળિયા વનાળીયા સોસાયટીના રોડ ઉપર મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News