મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના લજાઇ પાસે ગુટખા-માવા ખાવા માટે ઠપકો આપતાં ૧૫ વર્ષના બાળકે કર્યો આપઘાત


SHARE







ટંકારાના લજાઇ પાસે ગુટખા-માવા ખાવા માટે ઠપકો આપતાં ૧૫ વર્ષના બાળકે કર્યો આપઘાત


ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે કારખાનામાં મજૂરી કામ કરતા પરિવારના સગીર વયના દીકરાને ગુટખા અને માવા ખાવા બાબતે ઠપકો આપતાં તેને લાગી આવ્યું હતું જેથી કરીને તેણે કારખાનાની બાજુમાં આવેલ વાડી પાસે લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો તેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપ ફળિયાના રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના લજાઇ ગામ પાસે આવેલ હેમ પ્લાસ્ટ પેક નામના કારખાનાની ઓરડીમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મગનસીંગ ગલિયાભાઇ ભૂરીયા જાતે ભીલના ૧૫ વર્ષના દીકરા આશિષએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આશિષને ગુટખા તેમજ માવા ખાવાની ટેવ હતી જેથી કરીને તે બાબતે તેને ઠપકો આપવામાં આવતા તેને લાગી આવ્યું હતું અને તેણે પોતાના કારખાનાની બાજુમાં નવા બનતા કારખાનાની પાસે વાડીએ લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઇ લીધો હતો અને આપઘાત કરી લીધો હતો હાલમાં પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 






Latest News