વાંકાનેરમાં પ્રેમજાળમાંથી યુવતીને બહાર લાવી પરિવાર સાથે પુન: મિલન કરાવતી બીપીએસસી વાંકાનેરના ખખાણા ગામે જૂની બોલાચાલીની ખાર રાખીને બે મહિલા ઉપર 4 શખ્સોએ કર્યો ધોકા-પાઇપથી હુમલો મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી એલસીબીમાં ફરજ બજાવતા પોલાભાઈ ખાંભરા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE







મોરબી એલસીબીમાં ફરજ બજાવતા પોલાભાઈ ખાંભરા નિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાનાં નાગડાવાસ ગામના મૂળ રહેવાસી અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલાભાઈ સુખાભાઈ ખાંભરા વયમર્યાદાના લીધે નિવૃત થયેલ છે.તેઓ વર્ષ ૨૦૧૪ થી મોરબી એલસીબીમાં ફરજ બજાવતા હતા અને તેઓએ અગાઉ રાજકોટ રૂરલ એલસીબીમા છ વર્ષ અને ત્યાર બાદ મોરબી સીટી, વાંકાનેર સીટી અને ડીવાયએસપી ઓફીસ સહિતના સ્થળોએ ફરજ બજાવી હતી અને મોરબી એલસીબીમાંથી તેઓ વયમર્યાદાના લીધે નિવૃત થતા જીલ્લા પોલીસવડા તેમજ પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓ સહિતના મિત્રોએ નિવૃત્તિ જીવન આરોગ્યમય અને સુખમય રહે તેના માટેની શુભકામનાઓ પાઠવી છે.

પોલાભાઈ સુખાભાઈ ખાંભરા તા.૨૫-૬-૯૧ મા રાજકોટ રૂરલ પોલીસમા જોડાયેલ, એક વર્ષ સ્પેશિયલ ફોર્સઁમા ફરજ બજાવેલ, બે વર્ષ રાજકોટ કલેક્ટરના કમાન્ડો તરીકે ફરજ બજાવેલ તથા એસ.પી રાજકોટના કમાન્ડો તરીકે પણ ફરજ બજાવેલ, મોરબી તથા વાંકાનેર પોલીસ સ્ટેશનમા ડી-સ્ટાફમા ફરજ બજાવેલ છે, ચાર વર્ષ રાજકોટ કાઇમ બ્રાંચમા ફરજ બજાવેલ, મીરબી જિલ્લામાં ૨૦૧૩ થી નિવૃતી સુધિ કાઈમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્કવોડમા ફરજ બજાવેલ છે.ફરજ દરમિયાન પોલીસ લાઇનમા ૧૫ વર્ષ નવરાત્રીનુ આયોજન કરેલ તથા પોલીસ લાઈન જેલ રોડ અને તાલુકા લાઈન મધ્યે ગાર્ડન બનાવેલ અને વૃક્ષારોપણ જેવી અનેક સામાજીક પ્રવૃતિ કરેલ.ફરજ દરમિયાન મહેન્દ્રનગર બેંક લુટના આરોપીઓને સાહસિક રીતે પકડેલ તથા અનેક વણઉકાયેલ ગુન્હાના આરોપીઓને શોધવાની કામગીરી કરી હતી.






Latest News