મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર રાજપર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE

















ટંકારાના નસીતપર રાજપર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

ટંકારાના નસીતપર રાજપર રોડ ઉપર આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાની હદમાં નસીતપર રાજપર રોડ ઉપર આવેલ નીલકંઠ ઇન્ટીરીયસ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો હિરેનભાઈ ભરતભાઈ રાઠોડ (19) નામનો યુવાન લેબર કવાર્ટરમાં હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર તેને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે લાવ્યા હતા અને આ બનાવની નિકુંજભાઈ મગનભાઈ ચનીયારા (32) રહે. ક્રિષ્ના સ્કૂલની બાજુમાં મોરબી વાળાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી તાલુકાના નાગલપર ગામે રહેતા હંસાબેન ધીરુભાઈ (35) નામની મહિલાને પંચાસર ચોકડી પાસે તેના પતિ દ્વારા માર મારવામાં આવતા મહિલાને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાઇક સ્લીપ

મોરબીના રંગપર ગામમાં રહેતા જસવંતભાઈ ભગવાનજીભાઈ કગથરા (42) નામનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

મારામારીમાં ઇજા

મોરબીમાં પાડા પુલ નીચેના ભાગમાં નદીના પટમાં રહેતા અજય ભાનુભાઈ ખરાડી (30) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.




Latest News