મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના જીતુભાઈ સોમાણીના આંગણે યોજાયેલા લગ્નોત્સવમાં વિજયભાઈ રૂપાણી-બ્રિજેશભાઇ મેરજા સહિતના હાજર રહ્યા


SHARE











વાંકાનેરના જીતુભાઈ સોમાણીના આંગણે યોજાયેલા લગ્નોત્સવમાં વિજયભાઈ રૂપાણી-બ્રિજેશભાઇ મેરજા સહિતના હાજર રહ્યા

(કેતન ભટ્ટી દ્વારા) : વાંકાનેરનાં ભાજપ અગ્રણી પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીનાં રાજકોટ ખાતે યોજાયેલા પારિવારિક ભવ્ય લગ્નોત્સવમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતાં. જ્યારે વાંકાનેરમાં યોજાયેલ રિસેપ્શનમાં રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા સહિત રાજકીય અગ્રણીઓએ હાજર રહીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતાં.

વાંકાનેરનાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી પરિવારના ભાઈ રાજ સોમાણી તેમજ ભત્રીજા હર્ષિત  સોમાણી અને ભત્રીજી અમી સોમાણીનાં લગ્ન પ્રસંગમાં રાજ્યના મંત્રી સહિત અનેકવિધ રાજકીય અગ્રણીઓ, શહેરીજનો ઉમટયા હતાં અને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતાં, વાંકાનેરનાં ટાઉનહોલ ખાતે યોજાયેલ રિસેપ્શનમાં રાજ્યના મંત્રી ઉપરાંત અધિક નિવાસી કલેકટર એન.કે. મૂછાર, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રમુખ તથા પાટીદાર સેવા સમાજનાં અગ્રણી અને ઉદ્યોગપતિ પ્રગ્નેશભાઈ પટેલ, મોરબી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, ચીફઓફિસર ગિરીશભાઈ સરૈયા(મોરબી), માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, બાબુભાઇ ઉઘરેજા, અમિત સેજપાલ, યુશૂફભાઈ શેરશિયા, ગુલમોહમ્મદભાઈ બ્લોચ, જાકીરભાઈ બ્લોચ, વાંકાનેર દેવીપૂજક સમાજનાં અગ્રણી કાંતીભાઈ કુંઢીયા, ગોરધનભાઈ સરવૈયા,વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, રમેશભાઈ વોરા, અશ્વિનભાઈ મેઘાણી સહિત અનેકવિધ અગ્રણીઓ, તબીબો, વેપારીઓ ઉદ્યોગપતિઓ,પત્રકારો, ધાર્મિક સ્થાનોનાં સંચાલકો,આમંત્રિતો શહેરીજનો ઉમટયા હતાં અને નવદંપતીઓને શુભેચ્છા પાઠવી હતી.






Latest News