મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન


SHARE

















મોરબી જિલ્લામાં આર્મી-એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા ઇચ્છુક યુવાનો માટે ૩૦ દિવસની નિવાસી તાલીમનું આયોજન

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારોને ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) દિવસ-૩૦ માટેના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન ફક્ત મોરબી જિલ્લાના ઉમેદવારો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા કરવામાં આવનાર છે.

આ તાલીમવર્ગમાં જોડાવવા માટેની લાયકાતની વાત કરીએ તો, ઉંમર-૧૭.૫ થી ૨૧ વર્ષ, અભ્યાસ-ધો. ૧૦ પાસ કે તેથી વધું, ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી.(ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.(ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ હોવું જરૂરી છે. જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૧૫/૦૭ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૦૬:૦૦ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ - ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.




Latest News