મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું
SHARE









મોરબીમાં વધુ એક જર્જરિત મકાન મનપાએ તોડી પાડ્યું
મોરબીમાં ચોમાસા દરમ્યાન કોઈ બનાવ ન બને તે માટે જર્જરિત અને જોખમી મકાન તોડવામાં આવી રહ્યા છે તેવામાં આજે મનપાની ટીમે મોટી માધાણી શેરીમાં જર્જરિત મકાનને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું.
મનપાની ટીમે અગાઉ મોરબીના વઘાપરા, અરુણોદયનગર સહિતના જુદાજુદા વિસ્તારમાં જર્જરિત મકાન તોડી પાડવા માટે આસામીઓને નોટિસ આપેલ હતી જો કે, તેઓએ જોખમી મકાન તોડી પાડ્યા ન હતા જેથી મનપાનું જેસીબી તેના ઉપર ફરી વળ્યું હતું તેવી જ રીતે આજે મોરબીની મોટી માધાણી શેરીમાં આવેલ દીપિકાબેન પ્રભુદાસ શાહનું 100 વર્ષ જૂનું મકાન જે છેલ્લા વર્ષોથી જર્જરીત હાલતમાં હતું. અને ગમે ત્યારે નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ બને તેવી શક્યતા હતી જેથી કરીને સ્થાનિક લોકોને ત્યાંથી પસાર થવામાં પણ જોખમ હતું માટે સ્થાનિક લોકોએ આ જર્જરીત મકાન તોડી પાડવા ગત ઓગસ્ટ મહિનામાં મોરબી પાલિકામાં અરજી કરી હતી ત્યારબાદ મનપા દ્વારા ગત 16 એપ્રિલના રોજ મકાન માલિકને આખરી નોટિસ આપવામાં આવી હતી જો કે, આસામી તે જોખમી બંધાકામ તોડી પાડ્યું ન હતું જેથી મનપાની ટિમ આજે જેસીબી સાથે પહોચી હતી અને ત્યાર બાદ જર્જરિત મકાનણે તોડી પાડવામાં આવ્યું હતું.
