માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા


SHARE

















નેશનલ ડોક્ટર્સ ડે: મોરબી મહાપાલિકા-આઇએમએ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાયા

ભારતભરમા 1 જુલાઇ નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામા આવે છે ત્યારે મોરબી મહાનગરપાલિકા તથા આઇ.એમ.એ. દ્વારા મોરબી શહેરમાં વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામા આવી હતી અને ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય ખાતે  આરોગ્ય સેમીનારનુ આયોજન કરવામા આવ્યું હતું અને સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હીના મોરી તથા ડો. પાયલ ફળદુ દ્વારા મેન્સ્ટ્રુઅલ હાયજીન તથા એનેમિયા અંગે માર્ગદર્શન આપવામા આવ્યું હતું અને આશરે ૨૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધેલ હતો તથા તાલુકા પ્રાથમિક શાળા નં.૧ ખાતે બાળરોગ નિષ્ણાંત ડો. ચિરાગ જેતપરીયા અને આર.બી.એસ.કે. ટીમ દ્વારા નાના બાળકોને સ્વચ્છતા અને આરોગ્ય બાબતે સમજ આપેલ તથા બાળકોની આરોગ્ય તપાસણી કરવામા આવી હતી. તદુપરાંત નેશનલ ડોક્ટર્સ ડે નિમિતે ખાસ કરીને મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબીના ડોકટરો માટે આઇ.એમ.એ. હોલ મોરબી ખાતે એક સેમીનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા મોરબી મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસર કુંજન પટેલ દ્વારા હોસ્પિટલ બાંધકામને લગતા તથા ફાયર સેફ્ટી ઓફિસર દેવેંદ્રસિંહ જાડેજા દ્વારા ફાયર સેફ્ટીના નિયમો અંગે માહિતી આપવામા આવી હતી. કાર્યક્રમમા આઇ.એમ.એ. પ્રમુખ ડો. અંજના ગઢિયા તથા સેક્રેટરી ડો.હીના મોરી, આરોગ્ય અધિકારી ડો.રાહુલ કોટડિયા, મોરબી મહાનગરપાલિકા તથા બહોળી સંખ્યામા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News