મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ


SHARE

















મોરબીના મોડપર ગામેથી બોલેરો લઈને મજૂર લેવા હળવદ ગયેલ યુવાન ગુમ

મોરબી તાલુકાના મોડપર ગામે રહીને મજૂરી કામ કરતા પરિવારનો યુવાન મોડપર ગામેથી બોલેરો લઈને નીકળ્યો હતો અને તે હળવદ 'મજૂર લેવા માટે જાઉં છું.' તેમ કહીને નીકળ્યો હતો.જોકે બાદમાં તે પરત આવેલો ન હોય તેના પત્ની દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવેલી છે.જેથી તાલુકા પોલીસે નોંધ કરીને ગુમ થયેલ યુવાનની શોધખોળ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના મોડપર ગામે રહેતા ડિમ્પલબેન અજીતભાઈ દેલવાણીયા દેવીપુજક (ઉમર ૨૧) નામની મહિલાએ પોલીસ સ્ટેશન ખાતે આવીને જાણ કરી હતી કે ગત તા.૨૦-૬ ના સવારે દસેક વાગ્યે તેમના પતિ અજીતભાઈ ઉકાભાઇ દેલવાણીયા દેવીપુજક (ઉમર ૨૫) રહે.મોડપર તા.જી.મોરબી મોડપર ગામેથી દિનેશભાઈ પટેલની બોલેરો લઈને "હળવદ મજુર લેવા માટે જાવ છું." તેમ કહીને નીકળ્યા હતા જે પરત આવેલા નથી.હાલ છેલ્લા ૧૫ દિવસથી યુવાન ગુમ હોય અને તેનો કોઈ પતો લાગ્યો ન હોય ડિમ્પલબેન નોંધાવેલી નોંધને આધારે તાલુકા પોલીસ મથકના સી.કે.પઢિયાર દ્વારા ગુમ થયેલા અજીતભાઇ દેલવાણીયાને શોધવા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના માળીયા મિંયાણા તાલુકાના નાનીબરાર ગામે રહેતા પ્રાગજીભાઈ હિરજીભાઈ મોરડીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધ બાઇકમાં બેસીને જતા હતા તે સમયે બાઇકમાંથી નિચે પડી જતા ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે માળિયા મીંયાણાના જ સુલતાનપુર ગામે રહેતા રાહુલભાઈ મગનભાઈ દેગામા નામના ૨૩ વર્ષના યુવાને કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો.તેમજ માળિયા મીંયાણા તાલુકાના જ બગસરા ગામના રેહાનાબેન સુમારભાઈ સુમરા નામની ૨૦ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા તેણીને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં સામે આવ્યું હતું કે પતિ સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા તેણીએ ઉપરોકત પગલું ભરી લીધું હતું.

મહિલા સારવારમાં

મોરબીના બાયપાસ રોડ ડીવાઇન પાર્કમાં આવેલ અમૂલ્યમ્ એપાર્ટમેન્ટમાં રહેતા શાંતાબેન માવજીભાઈ મેવા નામના ૭૭ વર્ષના વૃદ્ધા સોસાયટી નજીક બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે અકસ્માતે નીચે પડી જતા ઇજા થતા સારવારમાં લવાયા હતા.જ્યારે લીલાપર ચોકડી પાસે રહેતા પરિવારની ત્રણ વર્ષની આરોહી સુરેશભાઈ જાતક નામની બાળકીને કોઈ જનાવર કરડી જતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.તેમજ વાંકાનેરના ચંદ્રપુર ગામના રહેવાથી ગેલાભાઈ પદ્માભાઈ પરમાર નામના ૬૦ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે ધુંવાવ ગામે ટોલગેટ નજીક બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News