મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો


SHARE

















મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીમાં લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શનાળા રોડ પર સત્યમ પાનવાળી શેરીમાં આવેલી શ્રી સિદ્ધિ વિનાયક વાડી ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટના પ્રમુખ પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ (સ્પીડ ટેલિકોમ, મોરબી વાળા)ના પિતા સ્વ. સુરેશભાઈ અમૃતલાલ ચૌહાણની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તેઓએ સમસ્ત મોચી સમાજ મોરબીના ધો. 1 થી 12 માં 60 ટકાથી વધુ માર્ક લેનારા વિદ્યાર્થીઓને 6 નંગ ફુલસ્કેપ નોટબુક અને બોલપેન આપવામાં આવી હતી તેમજ LKG અને UKG ના બાળકોને સ્કૂલ બેગ તથા ધો. 10 અને 12 માં 80 ટકાથી ઉપર માર્ક લેનારા વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શ્રી લાલા જાગા મોચી સમાજ સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી, કારોબારી સભ્યો અને મોચી સમાજના લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. તેમ સંસ્થાના પ્રમુખે જણાવ્યુ છે.




Latest News