મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્રમા એમડી ડોક્ટર મૂકવા જીલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત 


SHARE







ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્રમા એમડી ડોક્ટર મૂકવા જીલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત 

ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી એમડી ડોકટર ન હોવાથી દર્દીઓ હેરાન થાય છે અને દર્દીને રાજકોટ અને મોરબીના ધક્કા ખાવા પડે છે જેથી કરીને ટંકારામાં એમડી ડોક્ટરની નિમણુંક કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના સદસ્યાએ રાજયમંત્રીને રજુઆત કરી છે.

ટંકારાદયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ હોવાથી દેશભરમાંથી લોકો ત્યાં આવે છે પરંતુ હકીકત એ છે કે ટંકારામાં આજની તારીખે પૂરતી આરોગ્યની સુવિધા નથી ! દવાખાનું છે પણ તેમાં એમડી ડોકટર નથી જેથી કરીને દર્દીની હાલત દાયનીય હોય છે ટંકારા તાલુકો બન્યો તેને ઘણા વર્ષો થઈ ગયા છે જો કે, ટંકારામાં તાલુકા કક્ષાની આરોગ્ય લક્ષી સેવા મળતી નથી હાલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ એમડી ડોક્ટર નથી માટે દર્દીને રાજકોટ કે મોરબી ખસેડવા પડે છે જેથી અહી એમડી ડોકટર મૂકવામાં આવે તેવી માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે જો કે, આજ સુધી ડોક્ટર મૂકવામાં આવેલ નથી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન અશોકભાઈ ચાવડાએ રાજયમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજુઆત કરીને ટંકારા તાલુકામાં એમડી ડોકટર ન હોવાથી દર્દીઓ હેરાન થતાં હોય એમડી ડોકટરની નિમણુંક કરવાની માંગ કરી છે 






Latest News