મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ-હડમતીયા રોડે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જઇ રહેલા યુવાનનું મોત


SHARE













ટંકારાના લજાઈ-હડમતીયા રોડે આઇસરના ચાલકે બાઇકને હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જઇ રહેલા યુવાનનું મોત

ટંકારાના લજાઈથી હડમતીયા તરફ જવાના રોડ ઉપર આવેલ કારખાના પાસે વળાંકમાં આઇસરના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા યુવાનને માથા, હાથે, પગે એને શરીરને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભત્રીજાએ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઇસર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલા તાલુકાના મોટી મોલડી ગામના રહેવાસી અને હાલમાં ચોટીલામાં આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા કરણભાઈ ગુલાબભાઈ કટોસણીયા (28)એ આઇસર નંબર જીજે 36 ટી 5523 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તે જણાવ્યું છે કે તેઓના કાકા કલ્પેશભાઈ રાજાભાઈ કટોસણીયા (23) મોરબી ખાતે તેઓના સસરાના ઘરેથી મોટી મોલડી ગામે બાઈક લઈને માતાજીના મંદિરે દર્શન કરવા માટે તેને જઈ રહ્યા હતા ત્યારે લજાઈ હડમતીયા રોડ ઉપર આવેલ વેલ્યુ કારખાના સામે વળાંકમાં આઇસરના ચાલકે ફરિયાદીના કાકાના બાઇક નંબર જીજે 12 સીઇ 0451 ને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના કાકાને માથા, હાથમ પગ અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News