મોરબી જીલ્લામાં ચર્ચા જગાવનાર ચકચારી કેસમાં મનાઈ હુકમ ફરમાવતી ના.કોર્ટે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં માતૃભાષા સપ્તાહ અંતર્ગત કવિ સંમેલન યોજાશે મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વિધાનસભાની શૈક્ષણિક મુલાકાત લીધી વાંકાનેરના લુણસર નજીક ડમ્પર ચાલકને રોડ સાઈડમાં વાહન ચલાવવાનું કહેતા યુવાનને ચાર શખ્સોએ મારમાર્યો ટંકારાના વીરપરનો બનાવ: રીક્ષા નીચે ગલૂડિયું આવી જવાની બાબતે થયેલ બોલાચાલી બાદ યુવાન અને તેની માતાને ચાર શખ્સોએ મારમાર્યો મોરબીના રફાળેશ્વર પાસે મેળાના મેદાન નજીક યુવાનને ચાર શખ્સોએ ઢીકાપાટુનો આડેધડ મારમાર્યો વાંકાનેરની ભાટિયા સોસાયટીનો બનાવ: દીકરાના કૌટુંબિક સાળા સહિત ચાર શખ્સોએ દંપતીને મારમાર્યો વાંકાનેરની અમરસર ફાટકે બાઇક લઈને ઉભેલા આધેડના પગના પંજા ઉપરથી ક્રેન ચાલકે ટાયર ફેરવી દીધું
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર ફુલતરીયાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: કોણે કોણે આસરો આપ્યો ? અને આર્થિક મદદ કોણે કરી ?


SHARE













મોરબીના 602 જમીન કૌભાંડમાં ઝડપાયેલ આરોપી સાગર ફુલતરીયાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર: કોણે કોણે આસરો આપ્યો ? અને આર્થિક મદદ કોણે કરી ?

મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં સીઆઇડી ક્રાઇમની ટિમ દ્વારા એક પછી એક આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે તેવામાં આ ગુનાની ફરિયાદમાં જેનું નામ હતું તે આરોપી સાગર ફુલતરિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવેલ છે અને આ આરોપીઓને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના આગામી 1 ઓગસ્ટ સુધી એટ્લે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી આ ગુનાને અંજામ આપવા માટે આરોપી સાગર ફૂલતરિયાને છેલ્લા દિવસોમાં કોણે કોણે આસરો આપ્યો હતી અને આ કૌભાંડ માટે આર્થિક મદદ કોણે કોણે કરી છે તે દિશામાં તપાસ કરવામાં આવશે તેવુ જાણવા મળેલ છે.

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું અને મૂળ માલિકની જાણ બહાર 10 વીઘા જેટલી જમીન પચાવી પાડવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું જે અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો અને હાઇકોર્ટમાં દ્વાર ખટખટાવમાં આવ્યા હતા ત્યાર બાદ માર્ચ-2025 માં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમની ફરિયાદ લઈને શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા તથા તપાસમા સામે ખૂલે તે તમામ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટેની તજવીજ કરવામાં આવી રહી હતી અને આ ગુનાની તપાસ સીઆઇડીની ટિમને સોંપવામાં આવેલ છે તેવામાં આ ગુનામાં અગાઉ ભરત દેગામા, હેતલબેન ભોરણિયા, સાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમાર નામના ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે પૈકીનાં ત્રણ આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે જો કે, સાગર સાવધાર હાલમાં રિમાન્ડ ઉપર છે તેની સીઆઇડીની ટિમ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

દરમ્યાન સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટીમ દ્વારા આ ગુનામાં આરોપી સાગર અંબારામભાઈ ફુલતરીયા (29) મૂળ રહે.તરઘડી તા.માળીયા મીંયાણા હાલ રહે. હોલીહાઈટ એપાર્ટમેન્ટ સતનામનગર મુનનગરની પાસે મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે સરકારી વકીલ અને આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીના આગામી તા 1 ઓગસ્ટ એટલે કે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ઉલેખનીય છે કે, આ આરોપી પાસેથી પોલીસે બે મોબાઈલ, એક વાઇફાઇ ડોન્ગલ, બે સીમકાર્ડ જેવી વસ્તુઓ કબ્જે કરવામાં આવી છે અને જુદીજુદી દિશામાં તપાસ કરીને આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલ છે તેના મૂળ સુધી જવા માટે તજવીજ ચાલી રહી છે.

વધુમાં તપાસનીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે આ આરોપીએ આગોતરા જામીન માટે ડિસ્ટ્રિક્ટ અને હાઇકોર્ટમા અરજી કરી હતી જેને નામંજૂર કરવામાં આવી હતી અને હાલમાં તેને દિલ્હીથી ગાંધીનગર લઈ આવીને તેની ધરપકડ કરીને રિમાન્ડ ઉપર લેવામાં આવેલ છે અને આ આરોપી મોરબીથી ભાગીને તે સુરત, મુંબઈ અને દિલ્હી ખાતે રોકાયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જો કે, તેને કોણે કોણે આસરો આપ્યો હતો ?, કોણે તેને આર્થિક મદદ કરી હતી ? તે સહિતની તપાસ હવે કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, આ કૌભાંડ માટેની ફાયનાન્સિયલ જવાબદારીઓ સાગર ફૂલતરિયાએ લીધેલ હતી અને જે જમીનનો બોગસ દસ્તાવેજ કરવામાં આવેલ છે તે તેના જ નામે કરવામાં આવેલ છે.

આટલું જ નહીં શાંતાબેનનું પેઢીનામું ખોટું છે, શાંતાબેનના સોગદનામાં ખોટા થયેલ છે, મરણના દાખલા ખોટા હોવાનું અત્યાર સુધીની તપાસમાં સામે આવેલ છે, આ ગુનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે તો કોઈને કોઈ અધિકારીનું સંકલન જો સામે આવશે તો તેની પણ આ ગુનાના કામે ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવશે. તેવું અધિકારી જણાવ્યુ છે જો કે, હવે આ ગુનામાં કોણ આરોપી બનશે અને કયારે બનશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે. કેમ કે, બોગસ સરકારી દસ્તાવેજી પુરાવા અધિકારી કે કર્મચારીની સંડોવણી વગર બનાવવા શક્ય જ નથી તેવું હાલમાં લોકોમાં અને સરકારી કચેરીઓમાં ચર્ચાઇ રહ્યું છે.








Latest News