મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

તેરા તુજકો અર્પણ: ટંકારા નજીક થયેલ આંગડિયા લૂંટમાં ગયેલ રોકડ પૈકી વધુ 6.5 લાખ ફરિયાદીને પરત કરાયા


SHARE







તેરા તુજકો અર્પણ: ટંકારા નજીક થયેલ આંગડિયા લૂંટમાં ગયેલ રોકડ પૈકી વધુ 6.5 લાખ ફરિયાદીને પરત કરાયા

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ધોળા દિવસે આંગડિયા પેઢીના સંચાલકની કારને ટક્કર મારીને રોકડા 90 લાખ રૂપિયાની લૂંટ કરી હતી જે ગુનામાં આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે અને તેની પાસેથી રોકડ રકમની રિકવરી પણ કરવામાં આવી રહી છે જેમાંથી મોટાભાગની રકમ ફરિયાદીને પરત આપી દેવામાં આવેલ છે તેવામાં વધુ 6.50 લાખ રૂપિયાની છે છેલ્લે આરોપીઓ પાસેથી રિકવરી કરી હતી તે કોર્ટના આદેશ પછી તેના મલીકને પરત આપી દેવામાં આવેલ છે.

મોરબીના એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારાના પીઆઇ કે.એમ.છાસીયા દ્વારા કોર્ટમાં પેન્ડીંગ મુદામાલ અર્પણ કાર્યક્રમ હેઠળ ફરિયાદીને તેનો કિંમતી મુદામાલ પરત આપવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગત તા. 25/5/25 ના રોજ રાજકોટના રહેવાસી અને ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ મનસુખભાઇ ભાલોડી રોકડા રૂપિયા 90 લાખ તેની કારમાં લઈને આવી રહ્યા હતા ત્યારે લૂંટારુઓએ તેની કારનો પીછો કર્યો હતો અને ફરીયાદી ઉપર હુમલો કરીને ખજુરા રિસોર્ટના પાર્કિંગમાથી રોકડા 90 લાખની લુટ કરવામાં આવી હતી જેનો ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે. આ ગુનામાં કુલ 9 પૈકીનાં 7 આરોપીઓને ઝડપી લેવામાં આવેલ છે અને તેની પાસેથી 72.50 લાખ રીકવર કરવામાં આવ્યા હતા જે ફરીયાદીને અગાઉ પાછા આપી દેવામાં આવેલ છે ત્યાર બાદ છેલ્લે પકડાયેલ આરોપી પાસેથી રીકવર કરવામા આવેલ 6.50 લાખ કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત મોરબી એસપી ઓફિસે ફરિયાદીને બોલાવીને એસપી, ડીવાયએસપી  અને પીઆઇની હાજરીમાં તેને 6.50 લાખ પાછા આપવામાં આવેલ છે આમ ફરિયાદીને અત્યાર સુધીમાં કુલ 79 લાખ પરત આપવામાં આવેલ છે.






Latest News