મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના છતરમાં રેડ કરીને એસઓજીની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો


SHARE







ટંકારાના છતરમાં રેડ કરીને એસઓજીની ટીમે બોગસ ડોકટરને દબોચ્યો

ટંકારા તાલુકાના છતર ગામે કોઈપણ પ્રકારનું ડિગ્રી વગર દર્દીઓની સારવાર બોગસ ડોકટર દ્વારા કરવામાં આવી રહી હતી જેથી કરીને મોરબી જિલ્લા એસઓજીની ટીમે રેડ કરીને બોગસ ડોક્ટરની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી દવાનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી મળીને ૨૮૫૫૭ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના છતર ગામે આવેલ નવા પ્લોટમાં મારુતિ દવાખાનાના નામથી દવાખાનું ચલાવતું હતું અને ત્યાં કોઈ પણ પ્રકારની ડિગ્રી વગરના ડોક્ટર દર્દીઓની સારવાર કરે છે તેવી હકીકત મોરબી જિલ્લા એસઓજીની ટીમને મળી હતી તેના આધારે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી મામૈયાભાઈ કાનાભાઈ કાળોતરા જાતે રબારી (ઉંમર ૩૩) રહે. છતર ગામ પ્લોટ વિસ્તારમાં વાળો ત્યાંથી મળી આવ્યો હતો અને તેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં પણ તે બીમાર દર્દીઓની સારવાર કરીને મનુષ્યની જીવનની સાથે ચેડા કરતો હોય તેવું જોવા મળ્યું હતું જેથી હાલમાં પોલીસે તેની પાસેથી એલોપેથીક દવાનો જથ્થો અને અન્ય સાધન સામગ્રી મળીને ૨૮૫૫૭ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

 






Latest News