મોરબીમાં વીજપોલ-વાયરની વળતર નીતિના વિરોધમાં પદયાત્રા યોજાઇ: આંદોલન પૂરું કરવા માટે સરકારને 3 ઓપ્શન આપતા ખેડૂતો મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા મોરબીમાં કબૂતર પકડવા ગયેલા 12 વર્ષના બાળકને થાંભલામાંથી વિજ કરંટ લાગ્યો : મોત મોરબીના પીપળી રોડે થયેલ અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ, માળિયા (મી)ના વીરવિદરકા ગામ પાસેના અકસ્માતમાં મૃતક સામે નોંધાઇ ફરીયાદ મોરબી પાંજરાપોળ દ્રારા પ્રાકૃતિક ગૌ આધારિત કૃષિ, ઝેર મુક્ત જીવન, ગૌશાળા સ્વાવલંબી બને તેવા ઉદ્દેશ્ય સાથે શનિવારે વિશેષ ચર્ચા સભા સરકારે વીજપોલના વળતર માટે જાહેર કરેલ નવી નીતિના પરિપત્રનો ખુલ્લો વિરોધ: મોરબીમાં પદયાત્રા યોજીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : માળિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની ભારે અછત, મંજૂર થયેલી ૪૬ જગ્યાઓમાંથી માત્ર ૨૭ જગ્યાઓ ઉપર જ સ્ટાફ કાર્યરત ! વાંકાનેરના દેરાળા ગામ પાસે ચેકડેમમાં નાહવા પડેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત
Breaking news
Morbi Today

હળવદના સુખપર પાસે દેવીપુરના પ્રેમીપંખીડાએ ટ્રેન હેઠળ પડતું મુકી મોત મીઠુ કર્યુ, અરેરાટી


SHARE







હળવદના સુખપર પાસે દેવીપુરના પ્રેમીપંખીડાએ ટ્રેન હેઠળ પડતું મુકી મોત મીઠુ કર્યુ, અરેરાટી

(હરેશ પરમાર દ્રારા) મોરબી તા.૨૮

હળવદ તાલુકાના સુખપર રેલ્વે ફાટક નજીક દેવીપુર ગામના પ્રેમીપંખીડાઓએ પ્રેમમાંધ થઈને ટ્રેન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લેતા નાના એવા દેવીપુર ગામમાં ચકચાર મચી જવા પામી હતી.બનાવની જાણ ગામ લોકોને થતા ઘટનાસ્થળે દોડી ગયા હતા.ત્યારબાદ રેલ્વે પોલીસે ઘટના સ્થળે જઇને આગળની તપાસ હાથ ધરી હતી.

મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.ત્યારે હળવદ તાલુકાના સુખપર ગામ પાસે પ્રેમમાંધ બનેલા પ્રેમીપંખીડાએ સુખપર ગામ નજીકથી પસાર થતા રેલ્વેટ્રેક ઉપર ટ્રેન હેઠળ પડતું મુકીને આત્મહત્યા કરી લેતા નાનકડા એવા દેવીપુર ગામમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી.તાલુકાના સુખપર ગામ પાસે ફાટક નજીક જ ટ્રેનની નીચે પડતુ મુકી દેતા દેવીપુર ગામના સહદેવભાઈ જસમતભાઈ વિઠ્ઠલાપરા (૧૯) અને તે જ ગામના કાજલબેન છગનભાઈ અઘારા (૨૦) ના મોત નિપજયા છે.બંને દેવીપુર ગામે રહેતા હતા અને બંન્નેની આંખો મળી જતા બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી પંખીડાઓ  પ્રેમમાં પાગલ થઇ ગયા હતા અને સમાજ તેઓને એક નહીં થવા દે તેવા ડરના લીધે બંનેએ સજોડે ટ્રેન નીચે પડતું મુકી ગેતા બંને પ્રેમીપંખીડાઓના મોત નિપજયા છે. જાણ થતા આજુબાજુના લોકો તેમજ મૃતકના ગામના લોકો તથા મૃતકોના સગા-સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રેલ્વે પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇને મૃતદેહોને પીએમ માટે ખસેડીને બનાવની આગળની તપાસ હાથ ધરી છે.

“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”






Latest News