મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા


SHARE





મોરબી :માળીયા (મીં) ના જુના ઘાંટીલા ગામે પગપાળા જતા યુવાનને ટ્રેકટર હડફેટે ઈજા
 મોરબી જીલ્લાના માળીયા (મીં) તાલુકાના જુના ઘાંટીલા ગામે રહેતા પ્રદિપભા નાનભા ગઢવી નામનો યુવાન જુના ઘાંટીલાથી વેજલપર ગામે જતા હતા. ત્યારે રસ્તામાં બોલેરો કારના ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત પ્રદિપભા ગઢવીને અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. જયારે હળવદના ચરાડવા ગામે બસ સ્ટેશનની પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં ઈજા પામેલા વલમજીભાઈ પરસોતમભાઈ સોનગ્રા (65) રહે. ચરાડવાને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

દવા પી જતા સારવારમાં
 હળવદના નવા માલણીયાદ ગામે રહેતા નવીનભાઈ કરશનભાઈ ડાભી (ઉ.27)એ ગામમાં વાડી વિસ્તારમાં કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોરબીની સીવીલે લાવવામાં આવ્યો હતો. જયારે રમેશભાઈ નાથુભાઈ શુકલા (ઉ.50) રહે. ચાલાળાને માળીયા (મીં)ના મણાબા ગામે મુન્નાભાઈની વાડીએ ઓરડીમાં કોઈ ઝેરી દવા પી લેતા તેઓને પણ અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હળવદના રાતાભેરના રાજુભાઈ દિનેશભાઈ રાઠોડ (28)ને સિંધાવદર (વાંકાનેર) ખાતેની ગેબનશા પીરની દરગાહ નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઈજા
 હળવદના ધણાંદ ગામના મનસુખભાઈ અજુભાઈ વાઘેલા (35) નામના યુવાનને ધણાંદ ગામે ઘર પાસે મારામારીમાં ઈજા થતા વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ ટંકારાના લજાઈ ગામે દ્વારકાધીશ લેબર કવાટરમાં રહેતા પિંકલબેન ગૌતમભાઈ (23)ને કવાર્ટર ખાતે મારામારીમાં ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.




Latest News