મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ


SHARE





મોરબીમાં જેતપર આંદોલન સાથે જોડાયેલ રાજ્યમંત્રીના ભાઈના સ્ટોન ક્રોસરને ખાણ ખનીજ વિભાગે ફટકારી નોટીસ

રાજ્યમંત્રીના ભાઈ જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલન સાથે જોડાયેલ છે અને તેઓએ ત્યાં સભા ગજવવી હતી ત્યારબાદ રવિવારના દિવસે ખાણ ખનીજ વિભાગની ટિમ રાજ્ય મંત્રીના ભાઈની ભાગીદારી વાળા સ્ટોન ક્રશર ખાતે પહોચી હતી અને ત્યાર બાદ હાલમાં સ્ટોન ક્રશરના સંચાલકને ખાણ ખનીજ વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવેલ છે

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ડેલ્ટા સ્ટોન નામનો ભરડીઓ (સ્ટોન ક્રેશર) આવેલ છે કે ભરડીયામાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા ભાગીદાર છે અને તેઓ જેતપર ગામે ખેડૂત આંદોલન શરૂ કરવામાં આવ્યું ત્યારથી જ તેમાં જોડાયેલ છે અને તેઓએ આમરણાંત ઉપવાસ પણ કર્યા હતા તેવામાં હવે આંદોલન પાર્ટ 3 તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આંદોલનની સાથે જોડાયેલા લોકોને તોડવા માટેની કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે દરમ્યાન રવિવારના દિવસે ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ ડેલ્ટા સ્ટોન નામના સ્ટોન ક્રશર ખાતે સ્ટોક વેરિફિકેશન માટે ખાણ ખનીજ વિભાગની ટિમ પહોચી હતી અને અને ત્યાં રોયલ્ટી પાસ વિગેરેનું સ્ટોક વેરિફિકેશન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે ખાણ ખનીજ વિભાગની ટીમે રાજ્યમંત્રીના ભાઈ રાકેશભાઈ અમૃતિયાની ભાગીદારી વાળા સ્ટોન ક્રશરને રોયલ્ટીના આધાર પુરાવા રજૂ કરવા માટેની નોટીસ આપવામાં આવેલ છે ઉલેખનીય છેકે, ગત તા. 9 ના રોજ જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે રાકેશભાઈ અમૃતિયાએ સભા ગજવી હતી ત્યારે રાજ્યના મિનિસ્ટરોને 108 માં ઘાલવાની, તેઓના ઝભા ફાડવાની અને જિલ્લાના પૂર્વ કલેકટર માટે અશોભનીય કહી શકાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો ત્યાર બાદ સરકારી વિભાગ દ્વારા રાકેશભાઈ અમૃતિયાના ભરડીયે કાર્યવાહી કરવામાં આવી છે. જેથી આ મુદો ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.




Latest News