મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના નસીતપર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા વોકિંગમાં નીકળેલા આધેડનું મોત


SHARE







ટંકારાના નસીપર ગામ પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા વોકિંગમાં નીકળેલા આધેડનું મોત

ટંકારા તાલુકાના નસીતપર ગામથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર આધેડ વોકિંગ માટે નીકળ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં આધેડને શરીરે અને પગમાં ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતકના આધેડના ભાઈએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

ટંકારા તાલુકાના નસીપર ગામે રહેતા પ્રભુભાઈ નારણભાઈ અંદોદરીયા (64)એ હાલમાં ટ્રક નંબર જીજે 3 બી 7885 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, નસીપરથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તેઓના નાના ભાઈ પ્રાણજીવનભાઈ નારણભાઈ અંદોદરીયા (52) વોકિંગ માટે થઈને નીકળ્યા હતા અને ત્યારે નાલા પાસે ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને શરીરે અને જમણા પગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક આધેડના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News