મોરબીના નારણકા ગામે રંગોળી સ્પર્ધા યોજાઈ
SHARE









મોરબીના નારણકા ગામે રંગોળી સ્પર્ધા યોજાઈ
મોરબીના નારણકા ગામે સ્વાલ કોર્પોરેશન લી. દ્વારા કિશાન દિવસ નિમિત્તે સ્વાલ લોગો રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૨ થી વધુ મહિલા અને બાળાઓએ ભાગ લીધો હતો. અને રંગોળી સ્પર્ધામાં પ્રથમ નંબરે બોખાણી હર્મિષાબેન ભરતભાઈ વિજેતા થયા છે અને વિજેતા બહેનોને સ્વાલ કોર્પોરેશન દ્વારા આકર્ષક ઈનામ આપવામાં આવ્યા હતા તેમજ નારણકા ગ્રામ પંચાયત સરપંચ ભાણીબેનના પુત્ર અમિતભાઈ બોખાણીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે નારણકા ગામના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અને સ્વાલ કોર્પોરેશનના શંભુ કુશવાલા તથા સીએ અમોલ કદમ, એફએ વિમલ ગુપ્તાએ સફળ આયોજન બદલ નારણકાના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
