મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ખીજડીયા ગામના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકમાં પાછળથી કાર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કંપનીમાંથી કાર લઈને યુવાન પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન રસ્તામાં ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલા  ટ્રકની પાછળ કોઈપણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી તે ટ્રકની પાછળના ભાગમાં કાર અથડાઈ હતી અને અકસ્માત થયો હતો જે બનાવમાં કાર લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા દિલીપસિંહ દશરથસિંહ જાડેજા (33) એ હાલમાં ટ્રક નંબર જીજે 17 વાય 9976 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના મોટાભાઈ પૃથ્વીરાજસિંહ દશરથસિંહ જાડેજા (35) ભાયાતી જાંબુડીયા ગામ પાસે આવેલ કેલરીસ ઇન્ડિયા રીફેક્ટરી નામના કારખાનામાં એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા હોય ત્યાંથી તેઓ રાત્રિના સમયે પોતાના ઘર તરફ પોતાની અલ્ટો ગાડી નંબર જીજે 36 આર 1494 લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન ખીજડીયા ગામના પાટીયા નજીક વળાંક પાસે બંધ પડેલ ટ્રકની પાછળ કોઈ પણ પ્રકારની આડસ કે પાર્કિંગ લાઈટ રાખવામાં આવી ન હતી જેથી ટ્રકની પાછળ તેઓની કાર અથડાતા અકસ્માત થયો હતો અને આ બનાવમાં પૃથ્વીરાજસિંહ જાડેજાને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે જોકે, અકસ્માતના બનાવના કારણે ત્રણેય બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે






Latest News