મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે


SHARE











વાંકાનેરના ઓળ ગામના હળદર ધાર વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર પોલીસે-ખાણ ખનીજની ટિમ ત્રાટકી: 4.10 કરોડનો મુદામાલ કબ્જે

વાંકાનેરના ઓળ ગામની હળદર ધાર તરીકે ઓળખાતા વિસ્તારમાં ખનીજ ચોરી થતી હોવાની હકીકત મળી હતી જેના આધારે વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ત્રણ ડમ્પર અને એક એક્ટર મશીન તેમજ ખનીજ સહિત કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

વાંકાનેર તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના ઓળ ગામની હળદર ધાર વિસ્તાર તરીકે ઓળખાતી જગ્યામાં ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ખનીજ માફિયા ઉપર ધોંસ બોલાવી હતી અને ત્યાં રેડ કરી હતી ત્યારે ખાણ ખનીજ વિભાગની ટીમને પણ ત્યાં સાથે રાખવામાં આવી હતી અને સ્થળ ઉપરથી ડમ્પર નંબર જીજે 36 એક્સ 9153, ડમ્પર નંબર જીજે 36 એક્સ 8804, ડમ્પર નંબર જીજે 36 વી 9949 તથા એકવેસેટર મશીન અને સ્થળ ઉપરથી કાઢી લેવામાં આવેલ ખનીજનો જથ્થો ગણીને કુલ મળીને 4.10 કરોડ રૂપિયાની કિંમતનો મુદામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ મોરબીના એસપી મુકેશકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સમીર સારડાની સૂચના મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એચ.એ.જાડેજા અને તેઓની ટીમ દ્વારા કરવામાં આવી હતી






Latest News