મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત


SHARE







ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત

ગોંડલ રોડ પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવા મુકી આરામ કરવા ગયા અને પછી ઉઠ્યા જ નહીં, પરિવારમાં શોક

ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. મૃતક રાજકોટમાં ગોંડલ રોડ પેટ્રોલ પંપ પર ટેન્કર ખાલી કરવા મુકી આરામ કરવા ગયા અને પછી ઉઠ્યા જ નહોતા. હાલતમાં હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.

મળતી માહિતી અનુસાર, હીરાભાઈ લાખાભાઈ જારીયા (ઉંમર વર્ષ 48, રહે.ગજડી ગામ, તાલુકો ટંકારા) પેટ્રોલ ડીઝલનું ટેન્કર ચલાવતા હતા. ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસ પોતે રાજકોટમાં ગોંડલ રોડ પર બોમ્બે પેટ્રોલ ખાતે તેમના મિત્ર ખોડાભાઈ સાથે ટેન્કર ખાલી કરવા માટે ગયા હતા. પેટ્રોલ પંપ ખાતે ટેન્કર ખાલી કરવા મૂક્યું હતું. દરમિયાન હીરાભાઈ એ તેમના મિત્ર ખોડાભાઈને જણાવ્યું હતું કે મને ગરમી થાય છે તેથી થોડી વાર અંદર જઈને આરામ કરી લઉં. હીરાભાઈ પેટ્રોલ પંપ ખાતે કેબિનમાં જઈને સૂઈ ગયા હતા. ટેન્કર ખાલી થતા ખોડાભાઈ તેમને ઉઠાડવા ગયા પરંતુ હીરાભાઈ બેભાન અવસ્થામાં હોવાનું જણાયું હતું. જેથી 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરે હીરાભાઈને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોએ જણાવ્યું કે, હીરાભાઈ પાંચ ભાઈ અને એક બહેનમાં મોટા હતા અને અપરણિત હતા. તેમના અવસાનથી પરિવારમાં શોક છવાયો હતો.






Latest News