મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત


SHARE











વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી ગયેલ નવોઢાનું સારવારમાં મોત

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતી  નવોઢાએ કોઈ કારણોસર બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામે રહેતા હીનાબા યોગીરાજસિંહ ઝાલા (27કોઈ કારણોસર ગત તા. 27/4 ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરે હતા ત્યારે બાથરૂમ સાફ કરવાનું લિક્વિડ પી લીધું હતું જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો બે મહિનાનો હોય તેણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. ડી.વી.ખાંભલા ચલાવી રહ્યા છે

હળવદ અકસ્માત
હળવદના કવાડિયા ગામે રહેતા પરિવારનો અજય નવઘણભાઈ સલાટ નામનો ૧૩ વર્ષનો બાળક બાઇકમાંથી પડી જવાથી ઇજા પામ્યો હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે સુરજબારીના જેડાવાસ વિસ્તારમાં રહેતા સમીર રજાકભાઈ જેડા નામના ૨૦ વર્ષના યુવાન ઉપર સુરજબારી ખાતે કાળા કલરની સ્કોર્પિયો માથે ચડાવીને બે લોકો દ્વારા ધારિયા વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવતા ઈજા પામેલ હોય સારવાર માટે મોરબી સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબી સુપર ટોકીઝ પાસે પગપાળા જતા સમયે ચક્કર આવતા પડી જવાથી અમિતભાઇ જનકભાઈ દવે (૪૫) રહે. રણછોડનગર નવલખી રોડ મોરબી ને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ મોરબીના શનાળા બાયપાસ ખાતે રહેતા રોશનબેન અકબરભાઇ અજમેરી (૪૬) અને અકબરભાઈ મહંમદભાઈ અજમેરી (૫૬) ને ઘર પાસે મારામારીના બનાવમાં ઈજા પહોંચી હોય બંનેને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News