મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓએ ચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર


SHARE







વાંકાનેર તાલુકાની શિક્ષિકાઓચૂંટણી ફરજ પૂર્ણ કર્યા બાદ અન્યાય મુદે આપ્યું આવેદનપત્ર

મોરબી જિલ્લાનો વાંકાનેર તાલુકામાં શિક્ષિકા બહેનોને ચૂંટણીમાં નિયમ વિરુદ્ધ માનવતા દાખવ્યા વગર બહેનોને 50-50 કિલોમીટર દૂરના બુથ પર ફરજ સોંપવામાં આવેલ હતી પણ રાષ્ટ્રીય કામગીરી હોવાના કારણે કપરા વિસ્તારમાં પણ કામગીરી સંભળી હતી જેથી બહેનોમાં ખુબજ રોષની લાગણી હતીચૂંટણીમાં શિક્ષિકા બહેનોને સામાન્ય રીતે એમની ફરજ હેઠળની શાળાના 8 (આઠ) કિ.મી.ની ત્રિજ્યામાં આવતા બુથમાં મુકવા, મહિલાઓને સલામતી અને સુરક્ષાના કારણોસર અંતરિયાળ વિસ્તારમાં ન મુકવા કારણ કે મહિલા પોલિંગ સ્ટાફને રાત્રી રોકાણ બુથ ઉપર કરવાનું હોતું નથી એટલે મતદાનના આગળના દિવસે અને મતદાન દિવસે વહેલી સવારે સમય સર બુથ પર પહોંચી શકે એ માટે એમને ફરજની નજીકના સ્થળે કામગીરી સોંપવાની ચૂંટણી પંચની સૂચના હોવા છતાં શિક્ષિકા બહેનોને 40 થી 50 કિલોમીટર દૂર ચૂંટણી બુથ ફાળવવામાં આવેલ, જે બહેનોને નાના બાળકો છે એવી બહેનોને દૂર દૂર બુથ ફાળવેલ છે, બધા બહેનોએ રજુઆત કરી છતાં બહેનોની એક પણ વાત માની નહિ, જેથી શિક્ષિકા બહેનો ખુબજ હેરાન પરેશાન થયેલ ,જેથી બહેનોમાં ખુબજ રોષ જોવા મળી રહ્યો હોય, ચૂંટણીની રાષ્ટ્રીય ફરજ બજાવ્યા બાદ બહેનોને થયેલ અન્યાય બદલ બહોળી સંખ્યામાં બહેનો વાંકાનેર ખાતે ઉપસ્થિત રહી ભવિષ્યમાં ક્યાંય પણ આવું ન બને એ માટે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી આવેદન આપેલ છે.






Latest News