મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત


SHARE







વાંકાનેરમાં કંપનીના એકાઉન્ટન્ટે 56.59 લાખ રૂપિયા માતા-માસીના એકાઉન્ટમાં જમા કરાવીને કર્યો વિશ્વાસઘાત

વાંકાનેરના જીપરા જકાતના પાસે નેશનલ હાઈવે રોડ નજીક આવેલ જેનકો રીફેકટરી પ્રા.લિ. કંપનીમાં એકાઉન્ટ તરીકે કામ કરતા શખ્સે કંપનીના એકાઉન્ટમાંથી તેની માતા અને મસીના બેંક એકાઉન્ટમાં 56.59 લાખથી વધુની રકમ મેળવી હતી અને ત્યાર બાદથી તે એકાઉન્ટન્ટ ગુમ થઈ ગયેલ છે જેથી કરીને હાલમાં કંપનીના મેનેજરે એકાઉન્ટન્ટ સાથે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી તાલુકાનાં કાલિકાનગર શેરી નં-1 રબારીવાસમાં સરકારી સ્કૂલની સામેના ભાગમાં રહેતા અને વાંકાનેર નજીક આવેલ જેનકો રીફેકટરી પ્રા. લિ. ફેક્ટરીમાં મેનેજર તરીકે કામ કરતાં હર્ષદભાઈ હેમંતરામ નિમાવત (33)એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જેમ પરેશભાઈ શાહ રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મીલ કોલોની બ્લોક નં. 87 વાંકાનેર તથા જુદાજુદા બેંકના એકાઉન્ટ ધારકો સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી જેમ જેનકો રીફેકટરી પ્રા.લિ.માં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો હોય અને કંપનીના બેનિફિસરીમાં તેને પોતાના માસીના બેંક એકાઉન્ટ નંબર 3542142947 તથા માતાના બેંક એકાઉન્ટ નંબર 32105404985 ને એડ કરાવી દીધા હતા ત્યારબાદ સેન્ટ્રલ બેન્કમાં આવેલ માસીના એકાઉન્ટમાં 42,95,315 રૂપિયા અને એસબીઆઇ બેન્કમાં આવેલ માતાના એકાઉન્ટમાં 13,64,478 રૂપિયા આમ કુલ મળીને કંપનીના 56,59,793 રૂપિયા જુદાજુદા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવીને આરોપીએ મેળવી લીધા છે અને કંપનીના માલિક સાથે વિશ્વાસઘાત કરે છે જેથી હાલમાં કંપનીના મેનેજરે નોંધાવેલ ફરિયાદી આધારે પોલીસે ગુનો નોંધીને ગુમા થઈ ગયેલા એકાઉન્ટન્ટ પકડવા માટે જુદીજુદી દિશામાં ચક્રોગતિમાન કરેલ છે.






Latest News