મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







વાંકાનેર પાસેના માટેલ ધામ ખાતે ભાગવત સપ્તાહનું આયોજન

કથા દરમિયાન ધાર્મિક પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

 વાંકાનેર નજીક આવેલ યાત્રાધામ આઈશ્રી ખોડીયાર માતાજીના મંદિર (માટેલ ધામ)ના સાનિધ્યમાં આવતીકાલ તા.2/5 થી 8/5 દરમ્યાન શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન રાજકોટ સ્થિત શુકલ પરિવાર દ્વારા સર્વે પિતૃઓના મોક્ષાર્થે કરવામાં આવેલ છે.

 કરોડો લોકોના કુળદેવીમાં આઈશ્રી ખોડીયાર માતાજીના સાનિધ્યમાં આવુ આયોજન થતા માટેલ ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગના પ્રારંભે તા.2ના બપોર ત્રણ કલાકે સંગીતના સથવારે માંના સાનિધ્ય ખાતેથી ભવ્ય પોથીયાત્રાનો પ્રારંભ થશે જે વાજતે ગાજતે કથા સ્થળે પહોંચશે. ત્યારબાદ સલડી નિવાસી પ્રખર ભાગવતાચાર્ય શાસ્ત્રી પંકજભાઈ રવિશંકર શુકલના મુખેથી સંગીતના સથવારે કથા શ્રવણનો પ્રારંભ થશે ત્યારે આ પાવન દિવ્ય અવસરે ભાવિક ભકતજનોને કથા શ્રવણ અને મહાપ્રસાદનો લાભ લેવા શુકલ પરિવાર દ્વારા જણાવાયુ છે.કથાનો સમય સવારે 8-30 થી 12-30 નો રાખવામાં આવેલ છે. મહાપ્રસાદ બન્ને ટાઈમ અવિરત પણે યોજાશે.આ અવસરે કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો ધામધુમથી યોજાશે






Latest News