મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં


SHARE







વાંકાનેરના મહિકા પાસે આઇસર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ પિતા-પુત્ર સારવારમાં

વાંકાનેરના ગારિડા ગામે રહેતા યુવાનનો દીકરો બીમાર હોવાથી દીકરાને બાઈકમાં સાથે બેસાડીને યુવાન દવા લેવા માટે જતો હતો ત્યારે મહિકા ગામના કબ્રસ્તાન પાસે નેશનલ હાઈવે રોડ ઉપર આઇસરના ચાલકે યુવાનના બાઈકની હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને કપાળ અને શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના દીકરાને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આઈસર ચાલક સામે ગુનો નોધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેરના ગારિડા ગામે રહેતા સુખાભાઈ જેસીંગભાઇ બાવળીયા (31)એ આઇસર નંબર જીજે 3 સિયું 5024 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓ પોતાના બાઈક નંબર જીજે 36 4799 ઉપર પોતાના દીકરા હાર્દિક (11)ને બેસાડીને હાર્દિક બીમાર હોવાથી તેની દવા લેવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન મહીકા ગામના કબ્રસ્તાન સામે નેશનલ હાઈવે રોડ ઉપર આઇસરના ચાલકે ફરિયાદીના બાઇકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં ફરિયાદીને કપાળના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હતી જ્યારે તેના દીકરા હાર્દિકને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું જેથી  ઈજા પામેલ પિતા પુત્રને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.






Latest News