મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત


SHARE







વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તાજેતરમાં મળેલ સામાન્ય સભાની મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર દ્વારા ખેડૂતો તેમજ યાર્ડમાં કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની રજૂઆત કરેલ છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગાઉની મળેલ મિટિંગમાં યાર્ડના યુવા ડિરેક્ટર અશ્ચિનભાઈ મેઘાણી રજૂઆત કરી હતી છતાં આજ સુધી ખેડૂતો અને કામ કરતા કામદારો માટે અકસ્માત મૂત્યુ સહાય આપવાની અમલવારી કરવામાં આવેલ નથી જેથી કરીને વધુ એક વખત તેઓએ માર્કેટિંગ યાર્ડની મિટિંગમાં આ બાબતે રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર તાલુકા તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવતાં તમામ ખેડૂત ખાતેદાર તેમજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા તમામ મજૂરોને જે રીતે અન્ય માર્કેટિંગ યાર્ડમાં અકસ્માત મુત્યુ સહાય આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મુત્યુ સહાય આપવામાં આવે તેવી માગણી કરેલ છે તેમજ તેઓની આ રજૂઆતને ડિરેક્ટર જલાભાઈ શેરસીયા અને યુનુસભાઈ ખોરજીયા દ્વારા ટેકો આપવામાં આવેલ છે.






Latest News