મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય


SHARE







વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય

સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ કરાવવાની રહેશે.

આ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયા ઓનલાઈન ‘Beneficiary Satyapan Application’ દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી કરવાની હોવાથી લાભાર્થીઓ પોતાના મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જાતે જ ઘરે બેઠા ઓનલાઈન સત્યાપન કરી શકશે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયતના TCM અથવા VCE પાસે જઈને પણ ખરાઈ કરાવી શકશે. જે લાભાર્થીઓ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ખરાઈ કરાવવા ઈચ્છતા હોય તેમણે કચેરીની સહાય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે આધારકાર્ડ અને ઓટીપી (OTP) માટે પોતાનો મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે.






Latest News