મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારા તાલુકા પોલીસે વાહન ચેકિંગ  દરમ્યાન બાઇક ચોરને દબોચી લીધો: 5 ચોરાઉ બાઇક કબ્જે


SHARE







ટંકારા તાલુકા પોલીસે વાહન ચેકિંગ  દરમ્યાન બાઇક ચોરને દબોચી લીધો: 5 ચોરાઉ બાઇક કબ્જે

ટંકારાના મીતાણા વાંકાનેર રોડ ઉપરથી બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને ટંકારા પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તે શખ્સની પાસે રહેલા બાઇકના કાગતેની પાસે હતા નહીં અને સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો જેથી પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતા આ શખ્સ પાસેથી 5 ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જેથી પોલીસે 2 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ છે

ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મીતાણા વાંકાનેર હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું અને વાહન ચેકિંગ દરમિયાન ત્યાંથી બાઇક લઈને નીકળેલા શખ્સને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તે શખ્સની પાસે જે બાઇક હતું તેના કાગળ તેની પાસે હતા નહીં અને તેની પાસેથી બાઇક માટેનો સંતોષકારક જવાબ પણ મળ્યો ન હતો જેથી પોલીસ દ્વારા તેની વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસે રહેલું બાઇક ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે આરોપી અલ્પેશભાઈ મુનેશભાઈ કુંઢીયા (19) રહે. પંચાસીયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સની વધુ પૂછપરછ દરમ્યાન તેની પાસેથી કુલ મળીને 5 ચોરાઉ બાઇકને કબ્જે કરવામા આવેલ છે અને આ તમામ બાઇક રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે અને આ કામગીરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.ડી.ઝાલાની સુચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News