મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારામાં આવેલ શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાનમાંથી 53 હજારથી વધુની કિંમતના તમાકુના ડબ્બાની ચોરી


SHARE







ટંકારામાં આવેલ શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાનમાંથી 53 હજારથી વધુની કિંમતના તમાકુના ડબ્બાની ચોરી

ટંકારામાં આવેલ પનારા ચેમ્બરમાં શ્રીરામ સેલ્સ એજન્સી નામની દુકાન આવેલી છે અને તે દુકાનના તાળા તોડીને દુકાનમાંથી તમાકુના કાર્ટુનની ચોરી કરવામાં આવેલ છે જેથી 53,920 ની કિંમતની તમાકુની ચોરી થઈ હોવાની હાલમાં દુકાનદારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ટંકારાની દયાનંદનગર સોસાયટી શેરી નં.1 માં રહેતા હિતેશભાઈ રમેશભાઈ ભટાસણા (40)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સ્વિફ્ટ કારમાં આવેલા અજાણ્યા ચોર સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 17/5 ના વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં અજાણ્યો શખ્સ સ્વિફ્ટ ગાડી લઈને ટંકારામાં આવેલ પનારા ચેમ્બર દુકાન નં. 14 ખાતે આવેલ ફરીયાદીની શ્રી રામ સેલ્સ એજન્સી નામની દુકાન પાસે આવ્યો હતો અને ત્યાં દુકાનના ટરના તાળા તોડીને દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી બાગબાન તમાકુના કાર્ટુન જેમાં 16 નંગ ડબા તમાકુના હતા તેની કિંમત 53,920 થાય છે તેની ચોરી કરવામાં આવેલ છે જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News