મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો


SHARE







વાંકાનેરના કાશીપર ગામે પ્રેમલગ્ન કરનારા યુવાનના પિતરાઇ ભાઈનું અપહરણ કરીને બે મહિલા સહિત 7 લોકોએ માર માર્યો

વાંકાનેરના કાશીપર ગામે રહેતા યુવાનના પિતરાઇ ભાઈએ તે જ ગામમાં રહેતી યુવતીને ભગાડીને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે જેથી યુવતીના પિતા સહિત કુલ સાત વ્યક્તિઓ દ્વારા યુવાનનું વાંકાનેર મામલતદાર કચેરી પાસેથી કારમાં અપહરણ કર્યું હતું અને ત્યાર બાદ તેને દીધલીયા ગામની સીમમાં લઈ જઈને ત્યાં યુવાનને કુહાડી, સળિયા, લાકડાના ધોકા અને પાઇપ વડે માર માર્યો હતો અને આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ તો તારા પરિવારને જાનથી મારી નાખું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે બે મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વાંકાનેર તાલુકાના કાશીપર ગામે રહેતા રૂપાભાઈ સુખાભાઈ ધોરીયા (32)વાંકાનેર સિટી પોલીસ કેશાભાઈ મનજીભાઈ લુંભાણી, વિપુલભાઈ કરસનભાઈ લુંભાણી, ગોપાલભાઈ કેશાભાઈ લુંભાણી, વિપુલભાઈના પત્ની, વાલજીભાઈ માવજીભાઈ લુંભાણી, હંસાબેન કેશાભાઈ લુંભાણી અને કરસનભાઈ લુંભાણી રહે. બધા કાશીપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના કાકાના દીકરા ભાવેશએ કેશાભાઈ લુંભાણીની દીકરીને ભગાડી જઈને તેની સાથે પ્રેમલગ્ન કરેલ છે અને તે બંનેને ફરિયાદી ક્યાંક સંતાડી રાખેલ છે તેવી આરોપીઓને શંકા હોય ફરિયાદી જ્યારે વાંકાનેર મામલતદાર કચેરી ખાતે હાજર હતો ત્યારે ત્યાં કેશાભાઈ, વિપુલભાઈ અને ગોપાલભાઈ ત્યાં આવ્યા હતા અને ફરિયાદીને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને દીધલીયા ગામની સીમમાં લઈ ગયા હતા અને ત્યાં ફરિયાદીને કુહાડીનો ઊંધો ઘા માથાના ભાગે માર્યો હતો તેમજ સળિયા, લોખંડના પાઇપ અને ધોકા વડે બીજા આરોપીઓએ ફરિયાદીને શરીરે આડેધડ માર માર્યો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવાનને કાશીપર ગામે લઈ ગયા હતા અને ત્યાં તેને છોડી મૂક્યો હતો જોકે આ બાબતે કેસ કરશે તો તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરે છે.






Latest News