માળીયા (મી)ના ચીખલી વરડુસર ગામે વાડીમાંથી 20 લીટર ડીઝલ સહિતના મુદ્દામાલની ચોરી
મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે
SHARE
મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા તપતી ગરમીમાં શ્રમિકોને ૧૦૦ કેનવાસ કોલ્ડ વોટર બેગ્સનું વિતરણ, શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે
પુરુષોત્તમ માસની અગિયારસના શુભ દિવસે મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા એક માનવસેવા પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ પવિત્ર દિવસે તપતી ગરમીમાં રોજીરોટી માટે મહેનત કરતા રેકડીવાળા તેમજ તડકામાં સામાન વેચતા શ્રમિકોને ૧૦૦ ઠંડા પાણીની બેગ્સનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ નાનકડો સેવા પ્રયત્ન ગરમીમાં તેમને થોડી રાહત અને સ્નેહનો અહેસાસ કરાવવાનો પ્રયાસ બની રહ્યો હતો.
વિશેષ વાત એ છે કે પહેલાંના સમયમાં જ્યારે ફ્રિજ ઉપલબ્ધ નહોતા, ત્યારે લોકો પાણી ઠંડું રાખવા માટે આવી વોટર બેગ્સનો ઉપયોગ કરતા હતા.મુસાફરી દરમિયાન તેમજ ઉનાળાની ગરમીમાં આ બેગ્સ ખૂબ જ ઉપયોગી માનવામાં આવતી હતી.આ બેગ્સમાં રાખેલું પાણી લાંબા સમય સુધી કુદરતી રીતે ઠંડું રહે છે તેમજ વીજળી વગર પણ પાણી ઠંડું રાખવાની સગવડ મળે છે.બહાર તડકામાં કામ કરતા લોકો માટે આ બેગ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.સાથે જ શરીરને તાજગી તથા રાહત આપે છે.મુસ્કાન વેલફેર સોસાયટીનું માનવું છે કે સેવા માત્ર મોટી મદદમાં નથી હોતી, પરંતુ કોઈ થાકેલા ચહેરા પર થોડી રાહત અને સ્મિત લાવવામાં પણ સાચી માનવતા વસે છે.આવા નાના પ્રયાસો જ સમાજમાં પ્રેમ, સહાનુભૂતિ અને એકબીજા પ્રત્યેની લાગણીને જીવંત રાખે છે.પુરુષોત્તમ માસની અગિયારસ જેવા પવિત્ર દિવસે કરવામાં આવેલ આ સેવા કાર્યનું વિશેષ આધ્યાત્મિક મહત્વ પણ છે, કારણ કે આવા શુભ અવસરે કરવામાં આવેલ દાન અને પરોપકારના કાર્યને ધાર્મિક રીતે વધુ પુણ્યદાયક અને સમાજ માટે પ્રેરણાદાયી માનવામાં આવે છે.
શિશુમંદિર ખાતે ભાણદેજીનું વ્યાખ્યાન યોજાશે
અધ્યયન મંડળ મોરબી દ્વારા તા.૨૮ ગુરૂવારે ભાગવતાચાર્ય શ્રી ભાણદેજી મહારાજનું ભારતીય મનોવિજ્ઞાન ઉપર એક વ્યાખ્યાન અધિક જેઠ સુદ ૧૨, દિનાંક ૨૮-૫ ને ગુરૂવારે રાત્રે ૯ વાગ્યે માસિક બૌદ્ધિક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યશાળા નવા સરસ્વતી શિશુમંદિર, શનાળા, મોરબી રાજકોટ હાઇવે, શનાળા પટેલ સમાજની બાજુમાં સ્થાને યોજાશે.આ કાર્યશાળામાં મોરબી પાસે જોધપર ગામે સરસ્વતી નિકેતન આશ્રમના ભાગવતાચાર્ય શ્રી ભાણદેવજી મહારાજ કે જેઓ ભારતીય મનોવિજ્ઞાન વિષય ઉપર વ્યાખ્યાન આપશે.ભાણદેવજીએ અનેક પુસ્તકોનું સર્જન કર્યું છે અને તેમણે ભારતીય મનોવિજ્ઞાન પર એક દળદાર પુસ્તક પણ લખ્યું છે.ભાણદેવજીને સાંભળવા એ લાહવો છે, તો કાર્યક્રમ સમયસર ઉપસ્થિત રહો તેવી નમ્ર અભિલાસા.આ કાર્યશાળામાં પ્રેક્ષકો દ્વારા ચર્ચા પણ કરવામાં આવશે.આ કાર્યશાળા છેલ્લા ૪ વર્ષથી સાતત્યપૂર્ણ ચાલે છે, રાષ્ટ્ર જીવનને સ્પર્શતા વિવિધ વિષયોને લઈને ચર્ચા પણ કરવામાં આવે છે. રાષ્ટ્રની ઉન્નતિમાં અધ્યયનશીલ અને રાષ્ટ્રપ્રેમી સારા વિચારકનું ખૂબ મોટું યોગદાન હોય છે તો આવા રાષ્ટ્રભક્ત લોકોને આ માસિક બૌદ્ધિક મિલન(કાર્યશાળા)માં જોડાવવા નમ્ર અપિલ કરવામાં આવે છે.