મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ


SHARE







વાંકાનેરમાં મિત્ર સાથેના ઝઘડામાં યુવાન સહિતનાઓ ઉપર કુહાડી-છરી વડે હુમલો, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ

વાંકાનેર શહેર વિસ્તારમાં યુવાન કામકાજ માટે એકટીવા લઈને નીકળ્યો હતો.ત્યારે તેનો મિત્ર પણ તેની સાથે હતો અને તેના મિત્રને અન્ય વ્યક્તિઓ સાથે અગાઉ ઝઘડો થયેલો હતો.તે બાબતે સામેવાળાઓએ રોષ રાખીને કુહાડી અને છરી વડે હુમલો કરી જાતિ પ્રત્યે આપમાનીત કરવામાં આવેલ.જેથી ફરિયાદ નોંધાવા પામી છે.

હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે યશદીપ હિતેશભાઇ સોંલકી (રર) ધંધો અભ્યાસ રહે.વાંકાનેર આંબેડકરનગરએ એઝાજ ઉર્ફે દાદલી, એઝાજનો ભાઇ, ઇકબાલ રહે.બધા વાંકાનેર તથા અન્ય ચાર અજાણ્યા ઇસમો સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, સામેવાળાઓને ભરવાડ જ્ઞાતીના લોકો સાથે અગાઉ ઝઘડો થયેલ હતો.જેથી આરોપીઓએ મંડળી રચીને હથિયારો સાથે વાંકાનેર એકસીસ બેન્કના ખુણે ઉભા હતા.ત્યારે ફરીયાદી યશદિપ તથા સાહેદ મનિષ પોતાનુ એકટીવા લઇને ત્યાંથી નિકળેલ અને ફરિયાદી સાથે રહેલ મનિષ આરોપીઓ સાથે ઝઘડો થયેલ તે ભરવાડ જ્ઞાતીના લોકોનો મિત્ર હોય જેથી ફરિયાદી તેમજ સાહેદને જોઇને ’’આ લોકોને મારી નાખો’’ તેમ કહીને આરોપીઓએ પીછો કરતા ફરિયાદી તેમજ સાહેદ એકટીવા લઇ ભાગવા જતા ફરીયાદીનું એકટીવા શારદા સ્કુલ પાસે આવેલ ઇલે.પોલ સાથે ભટકાઇ જતા તેઓ નીચ પડી ગયેસ અને ઉભા થઇ ભાગવા જતા આરોપી પૈકીના એઝાજએ તેઓનો જાનથી મારી નાખવાના ઇરાદે કુહાડીનો છુટો ઘા મારતા યશદિપને ગરદનના પાછળના ભાગે લાગેલ તથા અજાણ્યા ઇસમો પૈકીના કોઇએ યશદિપને પીઠના ભાગે છરીનો એક ઘા મારીને જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા કરી હતી.એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા હાલમાં એસસીએસટી સેલના નાયબ અધિક્ષક કે.પી.પરમાર આગળની તપાસ ચલાવી રહ્યા છે.અત્રે નોંધનીય છે કે જિલ્લામાં છાશવારે આવા ગંભીર બનાવો બની રહ્યા છે.જે પોલીસની અસરકારક કામગીરી સામે સવાલો ઊભા કરે છે.

દવા પી જતા સારવારમાં

કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે રહેતા સલમાબેન ઈબ્રાહીમભાઇ રાઉમા નામના ૪૦ વર્ષીય મહિલા તેઓના ઘરે કોઈ અગમ્ય કારણોસર મચ્છરના લવા મારવાની ટીકડીઓ તથા ઘઉંમાં નાખવાની ટીકડીઓ ખાઈ ગયા હોય તેમને અત્રેની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના આર.આર.મિયાત્રા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઈજા

ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મારામારીના બનાવમાં ઈજા પામેલ નિઝામ ઇબ્રાહીમભાઇ અમરોલીયા (૨૪) રહે.ટંકારાને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવને પગલે પોલીસ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા ઋત્વિક ભરતભાઈ સંતોલા નામના ૨૦ વર્ષના યુવાનને તા.૧૩ ના રાત્રીના દસેક વાગ્યાના અરસામાં તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા થતા વાંકાનેરની હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો. જેથી પોલીસમાં જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News