મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી


SHARE







વાંકાનેરમાં કેમ કાતર મારેશ કહેતા બે યુવાનો ઉપર આઠ લોકોનો હુમલો, જાનથી મારી નાંખવાની ધમકી

વાંકાનેર ખાતે નજીવી વાતે બોલાચાલી ઝગડો કરીને મારામારી કરવાનો બનાવ બન્યો હતો.જેમાં કાતર મારતા ઇસમને કેમ કાતર મારે છે ? તેમ વાત કરતા ટ્રાન્સપોર્ટર યુવાન ઉપર આઠ ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.જે અંગે ફરિયાદ નોંધાવા પામેલ છે.

હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે વિશ્વદિપભાઇ ગાંડુભાઇ ડાભી ભરવાડ (ઉ.વ.૨૭) ધંધો ટ્રાન્સપોર્ટ રહે.ભરવાડપરા શેરી નંબર-૫ વાંકાનેરએ હુમલો કરનાર એજાજ ઉર્ફે ડાબલી, મહમદ હુશેન લાખા, એજાજનો ભાઇ, નીખીલ ઉર્ફે કાબો ભોજક, અકીલ, ઇકબાલ, આફતાબ લાખા અને અલફાઝ માણેક રહે.બધા વાકાનેર સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, આરોપી પૈકીનો એઝાજ ફરીયાદી સામે કાતરીયા મારતો હોય જેથી ફરીયાદીએ તેને કેમ કાતરીયા મારે છે ? તેમ કહેતા એઝાજે બાકીના સાથે મળી ગેરતાયદેસર મંડળી રચીને ફરીયાદી તેમજ સાહેદ મીલનભાઇ દાદર સાથે જેમફાવે તેમ બોલાચાલી કરી જપાજપી કરીને હથીયારો ધારણ કરીને મુંઢ માર મારી ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.પીએસઆઇ વિ.કે.મહેશ્વરી ચપાસ ચલાવી રહ્યા છે.વાંકાનેર સહિત જિલ્લામાં બનતા આવા બનાવો પોલીસનો લેસ માત્ર ભય ન હોય તેવો ઘાટ સર્જે છે.જે ચિંતાનો વિષય છે.

અકસ્માત સર્જી વૃદ્ધનું મોત નીપજાવનાર કાર ચાલકની સામે ફરિયાદ નોંધાઇ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ઘનશ્યામભાઈ બચુભાઈ વારેવડીયા પ્રજાપતિ (ઉંમર ૪૪) રહે.દાધોળીયા તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગરએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સ્કોર્પીયો કાર નંબર જીજે ૩૬ એજે ૪૪૫૦ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓના પિતા બચુભાઈ વારેવડીયા તેમનું મોટર સાયકલ લઈને પરત ઘરે આવતા હતા ત્યારે તા.૧૨ ના બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં વાંકાનેરની નર્સરી ચોકડી પાસે સ્કોર્પીયો કારના ચાલકે બેદરકારીથી વાહન હંકારીને તેમના બાઇકને હડફેટે લીધું હતું.આ બનાવમાં માથા-શરીરે ગંભીર ઇજાઓ થવાથી બચુભાઈનું મોત નિપુ હતું.હાલ આ બાબતે ગુનો નોંધાતા વનરાજસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ચરાડવા ગામ પાસે બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો.જે બનાવમાં અભિષેક શિવકુમાર (૧૮), અમનેષ તક્ષશરામ કુમાર (૧૭) તથા શિવકુમાર વાસુદેવભાઈ કુમાર રહે.તમામ ચરાડવાનો ઇજા થતા અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News