મોરબીમાં ઘરેથી કામે જવાનું કહીને નીકળેલ યુવાન ગુમ હળવદના ટીકર ગામે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયેલ મહિલાનું મોત મોરબીમાં પ્લાસ્ટિકના સ્પીડ બ્રેકર તૂટી ગયા બાદ રોડમાં ચોંટેલા લોખંડા ખિલ્લા તેમજ લાલબાગ પાસેથી દબાણો દૂર કરવાની માંગ મોરબીમાં ઘરમાંથી ઝડપાયેલ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો આપવા આવનારા શખ્સની ધરપકડ મોરબી અને વાંકનેરના વે-બ્રિજના કેલિબ્રેશન માટે GeM પોર્ટલ મારફતે ઈ-ટેન્ડર જાહેર મોરબી જિલ્લામાં ડો. બાબાસાહેબ આંબેડકર આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાશે મોરબીમાં પીજીવીસીએલના પ્રશ્નો માટે લોક જનશક્તિ પાર્ટીએ કરી રજૂઆત મોરબી જીલ્લા ભારતીય મજદૂર સંઘનું ત્રિવાર્ષીય અધિવેશન યોજાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો


SHARE







વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો

 

વાંકાનેર પોલીસે 'પુષ્પા સ્ટાઇલ' માં ખુલ્લા છકડામાં નિરણની આડમાં વિદેશી દારૂ લઈ જતા ઇસમને દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો અને હાલ માલ મોકલનાર અને માલ મંગાવનારને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

વાંકાનેર તાલુકા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન અરણીટીંબા ગામ નજીકથી એક શંકાસ્પદ છકડો રીક્ષામાં નીરણની આડમાં દારૂનો જથ્થો ભરી વાંકાનેરથી ટંકારાના મીતાણા તરફ જવાનો છે તેવી બાતમી સ્ટાફને મળી હચી.જેથી પોલીસે અરણીટીંબા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. અને બાતમી મુજબની છકડો રીક્ષા નીકળતા તેને રોકીને ચેક કરતા નીરણ હેઠળ છુપાવેલ વિદેશી દારૂની ૨૮૭ બોટલ કિંમત રૂા.૨,૧૩,૭૧૮ નો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે દારૂનો જથ્થો, છકડો રીક્ષા કિંમત રૂા.૫૦ હજાર અને મોબાઈલ કિંમત રૂા.૧૦ હજાર મળીને કુલ રૂા.૨,૭૩,૭૧૮ નો મુદામાલ કબ્જે લીધો છે.બનાવ સ્થળ ઉપરથી મૂળ અમદાવાદના ધોળકા તાલુકાના વીરપુર ગામના અને હાલ બોટાદના પાળીયાદ દરબારગઢ નજીક રહેતા રાજપાલસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા નામના ૨૦ વર્ષના ઇસમની ધરપકડ કરી હતી.પકડાયેલ ઈસમની પૂછપરછમાં ખુલ્યુ હચુ કે દારૂનો જથ્થો અજય ખાચર રહે.તરઘરા તા.બોટાદએ ભરી આપ્યો હતો અને અજયસિંહ હામુભા જાડેજા રહે.વીરવાવ તા.ટંકારાને પહોંચાડવાનો હતો.એમ માલ મોકલનાર તેમજ મંગાવનારના નામ ખુલતા ત્રણેય સામે ગુનો નોંધીને પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં રહેતા હંસાબેન વિકાસભાઈ પરમાર નામની ૩૫ વર્ષની મહિલાને ચ્રણ અજાણ્યા ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો.જેથી તેઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના લીલાપર રોડ ચાર માળીયા પાસે રહેતા સન્ની વિજયભાઈ મારવાડી નામના ૨૦ વર્ષના યુવાનને ચાર લોકો દ્વારા માર મારવામાં આવ્યો હોય તેને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રવાપર ગામ કેપિટલ માર્કેટ નજીક આવેલ વૈભવ પેલેસમાં રહેતા રાજ દિનેશભાઈ કાચરોલા નામના ૨૫ વર્ષના યુવાને કોઈ કારણોસર વાસણ ધોવાનું લિક્વિડ પી લેતા તેને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમ પોલીસ સૂત્રોએ જણાવેલ છે.






Latest News