મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો


SHARE







ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો

ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ગીતાબેન દૂબરીયાએ હાજરી આપી હતી. તેમજ સાથે સાથે મોરબી જિલ્લાના આરોગ્ય અધિકારી ડો. સંજયભાઈ શાહ, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા, ઉપપ્રમુખ પ્રતિનિધિ તરીકે કૃષ્ણસિંહ જાડેજા, ટંકારા તાલુકા વિકાસ અધિકારી ભીમાણીભાઈ, ગામના સરપંચ શ્રીમતી પમુબેન ચૌધરી તેમજ ગામના આગેવાનો, વાલીઓ સાહિતના હાજર રહ્યા હતા. આ તકે આંગણવાડી, બાલવાટિકા અને ધો. 1 માં કુલ 36 જેટલા બાળકોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ કાનાણીએ કર્યું હતું. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી તેવી માહિતી શાળાના આચાર્ય કમલેશભાઈ ગોસરાએ આપી હતી.






Latest News