મોરબીના ઘુટું ગામેથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, ગુનો નોંધાયો માળીયા (મી)ના વવાણીયા ગામે સ્મશાનમાં અજાણ્યા શખ્સ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓમાં કરવામાં આવી તોડફોડ મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો મોરબીમાંથી પરિણીતા ગુમ.પાનેલીથી ગુમ થયેલી યુવતીએ પ્રેમલગ્ન કરી લીધાનું ખુલ્યું મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં કવિઓએ રાજ્યમંત્રી-ધારાસભ્ય સહિતના શ્રોતાઓ સમક્ષ રજૂ કરી ઉત્કૃષ્ટ રચના ટંકારાના મીતાણા નજીક અને હળવદના ચરાડવા પાસે જુગારની જુદીજુદી બે રેડમાં 11 શખ્સ પકડાયા હળવદના કોયબા ગામના ખેડૂતો દ્વારા એમઆરસી કમિટીના નિર્ણય તથા ખાનગી કંપનની પાસેથી વળતર માટે સરકારે કરેલા પરિપત્રનો કરાયો ખુલ્લો વિરોધ મોરબી સિરામિક એસો.ના હૉલ ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં સેફ્ટી સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું


SHARE





માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું

માળીયા મીયાણાથી કાજરડા તરફ જવાના રસ્તા ઉપર ટીખડ કરતાં શખ્સને યુવાને ટોક્યો હતો જે તેને સારું નહીં લાગતા સામે વાળા શખ્સે યુવાનની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપીને લાકડાનો ધોકો યુવાનને માથાના ભાગે માર્યો હતો જેથી માથામાં ગંભીર ઇજા પામેલા યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણાના કાજરડા ગામે મસ્જિદ પાસે રહેતા ઇસ્માઈલભાઈ યુનુશભાઈ કાજડીયા (40)એ જલાવદીન હસણભાઇ કાજેડીયા રહે. કાજરડા વાળાની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે માળીયાથી કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર અલીયાસભાઈ મોરના ઘર સામે આરોપી ટીખડ કરતો હતો જેથી ફરિયાદીએ તેને ટોક્યો હતો અને તે બાબતનો ખારાખીને આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ લાકડાના ધોકા વડે યુવાનને માથાના ભાગે માર મારતા ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે

અકસ્માતમાં ઇજા

જુના ઘાટીલા ગામના રહેવાસી ગોપાલભાઈ રતિલાલ આગેચાણિયા (25) નામનો યુવાન ટંકારા તાલુકાના ધૂળકોટ ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર અસ્કમતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવારમાં આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મહિલા સારવારમાં

વાંકાનેરના ચંદ્રપુર ખાતે રહેતા કિરણબેન દશરથભાઈ પરમાર (28) નામના મહિલાને ગત તા. 28 ના રોજ બપોરે 12:00 વાગ્યાના અરસામાં ઘરે સસરા પક્ષના લોકોએ કોઈ અજાણી દવા પીવડાવી દેતા તેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ વાંકાનેર ત્યારબાદ તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા છે અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય પોલીસે તેની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે




Latest News